હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ સપ્ટેમ્બર 2023માં 71,641 કારનું વેચાણ કર્યું છે, જે કંપનીનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ છે. આ વેચાણ ગયા વર્ષના સમાન મહિનામાં 63,201 કારના વેચાણ કરતાં 13 ટકા વધુ છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ રવિવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં તેનું કુલ જથ્થાબંધ વેચાણ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને 71,641 યુનિટ થયું છે. કંપનીએ કહ્યું કે આ તેનું સૌથી વધુ માસિક વેચાણ છે.
સ્થાનિક વેચાણ અને નિકાસ
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા મહિને તેનું સ્થાનિક વેચાણ વધીને 54,241 યુનિટ થયું હતું, જે સપ્ટેમ્બર 2022ના 49,700 યુનિટના આંકડા કરતાં 9 ટકા વધુ છે. તેવી જ રીતે, સમીક્ષા હેઠળના મહિનામાં, નિકાસ 17,400 એકમો રહી, જે સપ્ટેમ્બર 2022 કરતાં 29 ટકા વધુ છે.
તરુણ ગર્ગનું નિવેદન
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) તરુણ ગર્ગે જણાવ્યું હતું કે વર્તમાન તહેવારોની સિઝનના કારણે વેચાણમાં જોરદાર વધારો થયો છે. તેમણે કહ્યું, “જ્યારે ગયા મહિને ઉદ્યોગમાં 2 ટકાનો વધારો થયો હતો, ત્યારે અમારા સ્થાનિક જથ્થાબંધ વેચાણમાં 9 ટકાનો વધારો થયો હતો. અમારા કુલ વેચાણમાં SUV નો હિસ્સો સતત વધી રહ્યો છે.
બીજી સૌથી મોટી કાર વેચતી કંપની
મારુતિ સુઝુકી પછી હ્યુન્ડાઈ ભારતમાં કાર વેચનારી બીજી સૌથી મોટી કંપની છે. દેશમાં માત્ર મારુતિએ જ આનાથી વધુ કાર વેચી છે. મારુતિએ સપ્ટેમ્બરમાં 1,81,343 કારનું વેચાણ કર્યું છે, જે વાર્ષિક ધોરણે વેચાણમાં 3 ટકાનો વધારો છે કારણ કે સપ્ટેમ્બર 2022માં મારુતિએ 1,76,306 કારનું જથ્થાબંધ વેચાણ કર્યું હતું.