વેસ્ટ ઈન્ડિઝ અને ભારત (WI vs IND) વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને 7 વિકેટથી જબરદસ્ત વિજય મેળવ્યો. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની શાનદાર બેટિંગે આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 2 ઓવર બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.
Suryakumar Yadav, Tilak Varma shine as India pull one back to keep the series alive 💪#WIvIND | 📝 pic.twitter.com/By6tBpGVJ2
— ICC (@ICC) August 8, 2023
યજમાન ટીમના ઓપનર બ્રેન્ડન કિંગ અને કાયલ મેયર્સે પ્રથમ વિકેટ માટે 55 રનની શાનદાર ભાગીદારી કરી હતી. મેયર્સ 25 રન બનાવીને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. મિડલ ઓર્ડરમાં કિંગ અને પૂરન વચ્ચે મોટી ભાગીદારી હોય તેવું લાગતું હતું પરંતુ કુલદીપ યાદવે ફરી એકવાર પોતાની સ્પિન દેખાડીને બંને બેટ્સમેનોને એક જ ઓવરમાં આઉટ કર્યા હતા. બ્રેન્ડન કિંગે 42 રન અને નિકોલસ પૂરને 20 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન પોવેલે ઝડપી શોટ રમીને પોતાની ટીમને પડકારજનક સ્કોર સુધી પહોંચાડી હતી. પોવેલે 19 બોલમાં 40 રનની તોફાની ઇનિંગ રમી જેમાં 1 ફોર અને 3 સિક્સ સામેલ હતી. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
3RD T20I. India Won by 7 Wicket(s) #WIvIND
— BCCI (@BCCI) August 8, 2023
160 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી. ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલ 1 અને શુભમન ગિલ માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા પરંતુ તે પછી સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ જોવા મળી હતી. સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 83 રન બનાવ્યા હતા. તિલક વર્માનું સમર્થન સૂર્યકુમાર તિલક વર્માએ સતત ત્રીજી મેચમાં જબરદસ્ત રન બનાવ્યા છે. તિલક વર્માએ કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે મળીને 18મી ઓવરમાં મેચનો અંત આણ્યો હતો. જ્યારે તિલકે અણનમ 49 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન પંડ્યાએ 20 રનની અણનમ ઇનિંગ રમી હતી. યજમાન ટીમ તરફથી અલ્ઝારી જોસેફે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube