પાકિસ્તાન ટીમ આ મહિને શ્રીલંકાના પ્રવાસે જશે જ્યાં ટીમ બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. પરંતુ તેની પહેલા પાકિસ્તાન ટીમ રાવલપિંડીના મેદાન પર પ્રેક્ટિસ મેચ રમી રહી છે. પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનના હસન અલી પોતાના સાથી સલમાન અલી આગાની બોલિંગ કરી રહ્યાં હતા ત્યારે તેની બોલ સલમાનના પેડ પર અડી. જેના પર તેમણે આક્રમક અપીલ કરી. પરંતુ એમ્પાયરે ખેલાડીને આઉટ ના આપ્યો જેનાથી તેઓ પોતે એમ્પાયરની પાસે જતા રહ્યાં અને એમ્પાયરની આંગળી પકડીને આઉટ આપવાનો ઈશારો કરવા લાગ્યા. જેનાથી સ્ટેડિયમમાં રહેલા બધા લોકો હેરાન થયા. જો કે, ત્યારબાદ તેઓ હસી રહ્યાં હતા.
શ્રીલંકાના પ્રવાસે ગયેલી પાકિસ્તાન ટીમને ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. શ્રેણીની પહેલી મેચ 16 જુલાઈથી અને બીજી ટેસ્ટ મેચ 24 જુલાઈથી કોલંબોમાં રમાશે. ટીમના કેપ્ટન બાબર આઝમને બનાવવામાં આવ્યો છે. તો સ્ટાર વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાનને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
પાકિસ્તાનની ટીમમાં મોટાભાગના એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેણે ઓસ્ટ્રેલિયા સામે ઘરેલુ સીરીઝ રમી હતી. તો જાહિદ મસૂદ અને સાજિદ ખાનને જગ્યા મળી નથી. સફરાજ ખાનની ટીમમાં વાપસી થઇ છે. નસીમ શાહ અને સલમાન આગાને પહેલી વખત ટીમમાં સ્થાન મળ્યું છે.