ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 9 જૂનથી પાંચ ટી-20ની સીરીઝ રમાવાની છે ત્યારે આજે ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન કે.એલ રાહુલ ઈજાના કરાણે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે જ્યારે ટીમની કમાન હવે ઋષંભ પંતને સોંપવામાં આવી છે.
ટીમના કેપ્ટન કેએલ રાહુલ અને સ્પિનર કુલદીપ યાદવ ઈજાના કારણે સીરીઝ માંથી બહાર થઈ ગયા છે. ત્યારે હવે રિષભ પંત ટીમની કપ્તાની સંભાળતા જોવા મળશે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે કેએલ રાહુલના સ્થાને ટીમમાં કોને સામેલ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. BCCIએ આ જાણકારી આપી છે.
તમને જણાવી દઈએ કે આ સીરીઝ પહેલા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, વર્તમાન નિયમિત કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. રાહુલની ઈજાના કારણે ભારતના ટોપ-3 ખેલાડીઓ ટીમની બહાર છે. શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ પણ ટીમમાં નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ વધી શકે છે.
ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવી બિશ્નોઈ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.