મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ અત્યારે ખૂબ જ રોમાંચક સ્થિતિમાં છે જેમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં કાંગારૂ ટીમના કેપ્ટન પેટ કમિન્સે રોહિત શર્માની વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં રોહિત શર્માએ પેટ કમિન્સના બોલ પર સતત બીજી વખત પોતાની વિકેટ ગુમાવી હતી. કમિન્સે રોહિતને માત્ર 9 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો.
પેટ કમિન્સે કેપ્ટન તરીકે ટેસ્ટમાં આ નવો રેકોર્ડ બનાવ્યો હતો
પેટ કમિન્સે કેપ્ટન તરીકે ટેસ્ટમાં આ નવો રેકોર્ડ બનાવ્યો હતો
ટેસ્ટ ક્રિકેટમાં એવું ભાગ્યે જ જોવા મળે છે કે જ્યારે એક ટીમનો કેપ્ટન તેની વિરોધી ટીમના કેપ્ટનની વિકેટ લે, પરંતુ જ્યારે બોક્સિંગ-ડે ટેસ્ટ મેચના 5માં દિવસે પેટ કમિન્સે રોહિત શર્માની વિકેટ લીધી હતી આ છઠ્ઠી વખત જ્યારે તે કેપ્ટન તરીકે રોહિત શર્માની વિકેટ મેળવવામાં સફળ રહ્યો, જેમાં રોહિત તે સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ છે કારણ કે આ પહેલા રિચી બેનોડે ટેડ ડેક્સ્ટરને 5 વખત પોતાનો શિકાર બનાવ્યો હતો જેમાં બંને પોતપોતાની ટીમના કેપ્ટન હતા.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત વિરોધી ટીમના કેપ્ટનને આઉટ કરનાર કેપ્ટન
- રોહિત શર્મા – પેટ કમિન્સ સામે 6 આઉટ
- ટેડ ડેક્સ્ટર – રિચી બેનોડ સામે 5 આઉટ
- સુનીલ ગાવસ્કર – ઈમરાન ખાન સામે 5 આઉટ
- ગુલાબરાય રામચંદ – રિચી બેનોદ સામે 4 આઉટ
- ક્લાઈવ લોઈડ – કપિલ દેવ સામે 4 આઉટ
- પીટર મે – રિચી બેનોડ સામે 4 આઉટ
પેટ કમિન્સ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર કેપ્ટન બન્યો છે
પેટ કમિન્સ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર કેપ્ટન બન્યો છે
પેટ કમિન્સ ઘરઆંગણે સૌથી વધુ વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બની ગયો છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 79 વિકેટ ઝડપી છે. પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનનું નામ આ યાદીમાં નંબર વન પર છે, જેમણે કેપ્ટન તરીકે ઘરઆંગણે રમતા ટેસ્ટ ક્રિકેટમાં કુલ 88 વિકેટ ઝડપી હતી. આ સિવાય આ યાદીમાં ત્રીજા સ્થાન પર રિચી બેનોદનું નામ છે જેણે 76 વિકેટ લીધી હતી.