ભારત-ચીન વચ્ચે સરહદ પર થયેલા વિવાદ બાદ ભારત સરકાર ચીન પર એક બાદ એક આકરા પગલા ભરી રહી છે. પહેલા ભારતે ટિકટોક સહિત અનેક ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
હવે કેન્દ્ર સરકારે યુવાનોમાં સૌથી લોકપ્રિય બનેલી મોબાઇલ ગેમ પબજી પર આખરે પ્રતિબંધ મુક્યો છે. સરકારે પબજી સહિત અન્ય 118 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
મળતી માહિતી મુજબ, ભારતે સરકારે જાહેર કરેલ એક નોટિફિકેશન મુજબ પબજી ઉપરાંત એપ લોક, એપલોક લાઈટ, ગેમ ઓફ સુલતાન્સ સહિતની 118 એપ પર ભારતમાં પ્રતિબંધ મુક્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે.
જેને લઈ બન્ને દેશોની સેના આમને સામને છે અને તણાવ ભરેલી સ્થિતિ સર્જાયેલી છે. આ પહેલા સરહદ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે 69 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, ત્યારબાદ 106 એપ્સ પર અને હવે 118 એપ્લીકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.