કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધી કોરોનાના કારણે દુનિયાભરમાં હજારો લોકોના જીવ ગયા છે. ત્યારે લાખો લોકો આ જીવલેણ કોરોના વાયરસની ચપેટમાં છે. ભારતમાં પણ આ ખતરનાક વાયરસે પગપેસારો કર્યો છે અને આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ પરિસ્થિતિઓ વચ્ચે પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનના મહાન સ્કવોશ ખેલાડી આજમખાનનુ લંડનમાં કોરોના વાયરસના સંકમણના કારણે મોત થયું છે. આ જાણકારી તેમના પરીવારના સૂત્રો દ્વારા આપવામાં આવી છે આઝમખાન 95 વર્ષના હતા તે ગત સપ્તાહ કોરોના વાયરસના સંક્રમણ થયું હતું. શનિવારના રોજ લંડનની ઇલિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું. આઝમખાનને વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્કવોશ ખેલાડીમા ગણતરી થતી હતી. તેણે 1959 અને 1961 સુધી એમ ચાર વાર બ્રિટીશ ઓપન ખિતાબ જીત્યો હતો. તેઓ 95 વર્ષના હતા..
મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 1962માં ઇજા અને 14 વર્ષના દીકરાના દુ:ખદ મોતના કારણે તેમને રમવાનું છોડી દીધું હતું. પાકિસ્તાનના પેશાવરની બહાર એક નાનકડા ગામ નવાકિલેમાં જન્મેલા આઝમ બ્રિટેનમાં 1956માં વસી ગયા હતા. આપણે જણાવી દઈએ કે ચીનથી ફેલાયેલ ખતરનાક વાયરસથી દુનિયાભરમાં 31 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, અમેરિકા, ઇરાન અને સ્પેન સહિત કેટલાક દેશ આ ખતરનાક વાયરસથી પ્રભાવિત છે. તો બીજી બાજુ કોરોના વાયરસ વિશ્વના 196 જેટલા દેશોમાં ફેલાતા વિવિધ ગેમ્સની સ્પર્ધાઓના શિડ્યૂલ્ડ ખોરવાઇ ગયા છે. મે મહિનામાં ટોકયો ખાતે યોજાનારા વિશ્વ રમતકુંભ ગણાતા ઓલિમ્પિકસને પણ રદ કરવામાં આવ્યો છે. આવા સમયે સ્પોર્ટસના મહાન ખેલાડીનું કોરોના વાયરસથી નિધન સ્કવોશના શોખીનો માટે દુખદ સમાચાર છે. ખેલ જગતમાં કોઇ દિગ્ગજ ખેલાડીનું કોરોનાથી પ્રથમ મોત હોવાથી સન્નાટો જોવા મળે છે.