IPL 2025: LSGએ 5 ખેલાડીઓ પર દાવ લગાવ્યો, KL રાહુલ ટીમમાંથી નીકળી ગયો
IPL 2025: IPL 2025ની મેગા હરાજી પહેલા તમામ ટીમોએ પોતપોતાના રિટેન્શનની જાહેરાત કરી દીધી છે. લખનઉ સુપર જાયન્ટ્સે પોતાના કેપ્ટનને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. એટલે કે એલએસજીએ કેએલ રાહુલને છોડી દીધો છે. લખનૌ કેએલને જાળવી નહીં રાખે તેવી શક્યતા પહેલેથી જ હતી. લખનૌએ નિકોલસ પૂરનને સૌથી વધુ રૂ. 21 કરોડમાં જ્યારે રવિ બિશ્નોઈ અને મયંક યાદવને રૂ. 11 કરોડમાં જાળવી રાખ્યા હતા. મોહસિન ખાન અને આયુષ બદોનીને 4-4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા.
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાંથી મુક્ત થયા બાદ કેએલ રાહુલ હવે આઈપીએલ મેગા ઓક્શનમાં પોતાનું નસીબ અજમાવતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે, દરેક ફ્રેન્ચાઈઝી પાસે ખેલાડીઓને જાળવી રાખવા અને હરાજી માટે 120 કરોડ રૂપિયા છે. તમામ ટીમો પાસે વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ હતો પરંતુ માત્ર કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સે 6 ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ બે ટીમો સિવાય બાકીની 8 ટીમો હવે ‘રાઈટ ટુ મેચ’ (RTM) કાર્ડ સાથે હરાજીમાં ઉતરશે.
લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) દ્વારા જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓ: નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન અને આયુષ બદોની.
આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટ્સની આ ટીમ હતી: કેએલ રાહુલ (કેપ્ટન), રવિ બિશ્નોઈ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, આયુષ બદોની, દેવદત્ત પડિકલ, મોહસીન ખાન, અમિત મિશ્રા, યુદ્ધવીર ચરક, પ્રેરક માંકડ, યશ ઠાકુર. , શિવમ માવી, અર્શિન કુલકર્ણી, એમ સિદ્ધાર્થ, અરશદ ખાન, માર્કસ સ્ટોઇનિસ, ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, કાયલ મેયર્સ, શમર જોસેફ, નવીન-ઉલ-હક, એશ્ટન ટર્નર, મેટ હેનરી.