ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આઈપીએલની સીઝન-2020 માટે ટાઇટલ સ્પોન્સર મળી ગયું છે. સ્પોર્ટ્સ ફેન્ટસી લીગ એપ ડ્રીમ ઈલેવને 222 કરોડમાં ટાઇટલ સ્પોન્સરના રાઇટ્સ ખરીદી લીધા છે. આ માત્ર એક સીઝન માટેનો કરાર છે.
મળતી માહિતી મુજબ ચાઇનીઝ મોબાઇલ કંપની વીવોએ આ વર્ષે બીસીસીઆઈના ટાઇટલ સ્પોન્સર પદેથી હટવાનો નિર્ણય લીધો હતો. ડ્રિમ 11ને આ વખતે સ્પોન્સરશીપ મળી છે. ડ્રિમ 11 222 કરોડ રૂપિયામાં આઇપીએલ 2020ના રાઇટ્સ ખરીદ્યા છે.
IPL 2020 માટે ચાઇનીઝ કંપની VIVOના સ્થાને નવા ટાઇટલ સ્પોન્સરની જાહેરાત થઈ ગઈ છે. વીવોના સીઝન 13માંથી હટ્યા બાદ Dream 11ને આ વર્ષની આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ મળી છે. Dream 11એ 222 કરોડ રૂપિયામાં IPL 2020 સીઝન માટે સ્પોન્સરશિપના રાઇટ્સ ખરીદ્યા છે.
આ બોલી VIVOના વાર્ષિક 440 કરોડ રૂપિયાથી 190 કરોડ રૂપિયા ઓછી છે. ટાઇટલ પ્રાયોજક અધિકારની રેસમાં ટાટા સમૂહ પણ સામેલ હતું. આઈપીએલનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી આ વર્ષે સંયુક્ત અરબ અમીરાતમાં કરવામાં આવશે.
IPL ટાઇટલ સ્પોન્સરની દોડમાં અનએકેડમી, ટાટા અને બાયજૂ પણ સામેલ હતા. અનએકેડમીએ 210 કરોડ ટાટાએ 180 કરોડ અને બાયજૂએ 125 કરોડની બોલી લગાવી હતી.
આપને જણાવી દઇએ કે ભારત અને ચીન વચ્ચે વધી રહેલા વિવાદના કારણે BCCIએ આ વખતે વિવોને હટાવી દીધુ છે. વીવોને 2018થી 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયામાં રાઇટ્સ આપ્યા હતા. આવતા વર્ષે વિવો ફરી IPL સ્પોન્સર બની જશે.