ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023: આ ટુર્નામેન્ટ 13 થી 23 જુલાઈ સુધી કોલંબો, શ્રીલંકામાં રમાશે. આઠ એશિયન દેશો વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં યોજાશે.
BCCI એ ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023 માટે ભારત-A ટીમની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટ 13 થી 23 જુલાઈ સુધી શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. આઠ એશિયન દેશો વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં યોજાશે.
ભારત A ને નેપાળ, UAE A અને પાકિસ્તાન A સાથે ગ્રૂપ Bમાં જ્યારે શ્રીલંકા A, બાંગ્લાદેશ A, અફઘાનિસ્તાન A અને ઓમાન A ને ગ્રૂપ Aમાં રાખવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
પ્રથમ સેમિફાઇનલ ગ્રુપ A ના ટોપર્સ અને ગ્રુપ B માં બીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે રમાશે. બીજી સેમિફાઇનલ 21 જુલાઈના રોજ ગ્રુપ Bના ટોપર્સ અને ગ્રુપ Aમાં બીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે રમાશે. 23 જુલાઈના રોજ ફાઈનલ રમાશે.
આ દિવસે IND vs PAK ટકરાશે.
ભારત અને પાકિસ્તાનની ટીમો (IND vs PAK) 15મી જુલાઈએ એકબીજા સામે મેદાનમાં ઉતરશે. ભારત-એ અને પાકિસ્તાન-એની ટીમોને નેપાળ-એ અને શ્રીલંકા-એ સાથે ગ્રુપ-બીમાં રાખવામાં આવી છે. દરેક ગ્રૂપમાંથી ટોપ-2 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 13 જુલાઈએ UAE સાથે, 15 જુલાઈએ પાકિસ્તાન સાથે અને 18 જુલાઈએ નેપાળ સાથે રમશે.
જુનિયર ક્રિકેટ કમિટીએ આ ટુર્નામેન્ટ માટે IPL 2023ના મોટાભાગના યુવા ખેલાડીઓને તક આપી છે. જેમાં પ્રભસિમરન સિંહ, સાઈ સુદર્શન, અભિષેક શર્મા અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓના નામ સામેલ છે. યશ ધુલને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. આ સિવાય સિતાંશુ કોટકને મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે.
ઈન્ડિયા એ ટીમઃ સાઈ સુદર્શન, અભિષેક શર્મા (વાઈસ-કેપ્ટન), નિકિન જોસ, પ્રદોષ રંજન પોલ, યશ ધુલ (કેપ્ટન), રિયાન પરાગ, નિશાંત સિંધુ, પ્રભસિમરન સિંહ (વિકેટ-કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), માનવ સુથાર, યુવરાજ સિંહ ડોડિયા, હર્ષિત રાણા, આકાશ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાજવર્ધન હંગરગેકર.
સ્ટેન્ડબાય ખેલાડીઓઃ હર્ષ દુબે, નેહલ વાઢેરા, સ્નેલ પટેલ, મોહિત રેડકર.
કોચિંગ સ્ટાફઃ સિતાંશુ કોટક (મુખ્ય કોચ), સાઈરાજ બહુતુલે (બોલિંગ કોચ), મુનીશ બાલી (ફિલ્ડિંગ કોચ)