ભારતીય ટીમ હાલ હાર્દિક પાંડ્યાની કેપ્ટનશિપમાં આયરલેન્ડ પ્રવાસ પર બે ટી20 મેચની સીરિઝ રમવા ગઈ છે. ભારતે પહેલી ટી20 મેચમાં આયરલેન્ડને 7 વિકેટથી ખરાબ રીતે હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે એક ખેલાડીએ ખૂબ જ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ખેલાડી રોહિત શર્મા જેવી વિસ્ફોટક ઈનિંગ માટે જાણીતો છે.
પહેલી ટી20માં કેપ્ટન હાર્દિક પાંડ્યાએ ઋતુરાજ ગાયકલાડની જગ્યાએ દીપક હુડ્ડાને ઓપનિંગમાં મોકલ્યો હતો. દીપક હુડ્ડાએ આ મોકોનો ફાયદો ઉઠાવીને આયરલેન્ડની ટીમ પર વરસ્યો હતો. તેણે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી, જેણા કારણે ભારતીય ટીમ પહેલી ટી20 મેચ જીતી શકી હતી. દીપક હુડ્ડાએ 29 બોલમાં 47 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. દીપક હુડ્ડાને સાઉથ આફ્રિકા વિરુદ્ધ સીરિઝમાં એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો.
દીપક ડુડ્ડાએ લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા શાનદાર રમત દેખાડી છે. તેણે આઈપીએલ 2022ની 15 મેચમાં 451 રન બનાવ્યા. સાથે તેણે 1 વિકેટ પણ લીધી હતી. તે લખનઉ ટીમ માટે સૌથી મોટો મેચ વિનર બનીને ઉભર્યો હતો. દીપક હુડ્ડાને લખનઉની ટીમે 5.75 લાખ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો હતો. આઈપીએલમાં તેણે ખતરનાક રમત દેખાડતા ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવ્યું હતું.
દીપક હુડ્ડા એ આ વર્ષ 2022માં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ. દીપકે ભારત માટે 3 મેચ અને બે વનડે રમી છે. તેની પાસે ભરપૂર પ્રતિભા છે, તે બિલકુલ રોહિત શર્માની જેમ બેટિંગ કરે છે. દીપક હુડ્ડા પહેલા ક્રીઝ પર ટકીને બેટિંગ કરે છે, પરંતુ ત્યારબાદ તેઓ સેટ થઈ ગયા બાદ આક્રમક અંદાજમાં રમવાનું શરૂ કરે છે. જો આયરલેન્ડ વિરુદ્ધ તે સારું પ્રદર્શન કરશે તો તેણે ટી20 વર્લ્ડકપમાં સ્થાન મળી શકે છે.