IND vs NZ Day 2: ટીમ ઇન્ડિયાના હાથમાંથી બેંગલુરુ ટેસ્ટ સરકી, ન્યુઝીલેન્ડનો સ્કોર 82/1
IND vs NZ Day 2: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાવાની છે. આ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. બુધવારે મેચના પ્રથમ દિવસે ટોસ પણ થઈ શક્યો ન હતો. જોકે હવે મેચ શરૂ થવાની આશા છે. જો અહેવાલોનું માનીએ તો બીજા દિવસે પણ વરસાદ પડી શકે છે. પરંતુ તેની રમત પર વધુ અસર નહીં થાય. જો ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલને કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે.
જો બીજા દિવસની રમતની વાત કરીએ તો તે સવારે 9.15 વાગ્યે શરૂ થશે. દિવસનું પ્રથમ સત્ર સવારે 11.30 વાગ્યા સુધી ચાલશે. દિવસનું બીજું સત્ર બપોરે 12.10 થી 02.25 સુધી ચાલશે. ત્રીજું અને છેલ્લું સત્ર બપોરે 02.45 થી 04.45 સુધી ચાલશે.
IND vs NZ Day 2: ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો વિરાટ કોહલી અને શુભમન ગિલનું સ્થાન લગભગ નિશ્ચિત છે. રિષભ પંત અને કેએલ રાહુલને પણ તક મળી શકે છે. ટીમ ઈન્ડિયા આકાશ દીપ અને મોહમ્મદ સિરાજની સાથે ઝડપી બોલર જસપ્રિત બુમરાહને પણ તક આપી શકે છે.
કોહલી પાસે એક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે. તે 9000 ટેસ્ટ રન પૂરા કરી શકે છે. કોહલીએ આ માટે માત્ર 53 રન બનાવવાના છે. મહત્વની વાત એ છે કે કોહલીએ આ વર્ષે છેલ્લી છ ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી નથી. તેની પાસે ન્યુઝીલેન્ડ સામે અજાયબી કરવાની તક છે. કોહલી બેંગલુરુ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓને પછાડી શકે છે.
ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ માટે સંભવિત પ્લેઈંગ ઈલેવન –
ભારત: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ.
ન્યુઝીલેન્ડ: ટોમ લાથમ, ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, વિલ ઓ’રર્કે, એજાઝ પટેલ.
ન્યુઝીલેન્ડનો સ્કોર 82/1
ચાના બ્રેક સુધી ન્યૂઝીલેન્ડે એક વિકેટ ગુમાવીને 82 રન બનાવી લીધા છે. કિવી ટીમ હવે ભારત કરતાં 36 રન આગળ છે. ડેવોન કોનવે 64 બોલમાં 61 રન બનાવીને રમતમાં છે. તેણે 9 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે વિલ યંગ સાત બોલમાં પાંચ રન પર છે. આ પહેલા કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ટોમ લાથમને LBW આઉટ કર્યો હતો. લાથમ 49 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.
ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી
ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ 67 રન પર પડી હતી. જો કે કિવી ટીમ હવે ભારત કરતા 21 રન આગળ છે. કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી. તેણે ટોમ લાથમને LBW આઉટ કર્યો હતો. લાથમ 49 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.