ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચ સિડનીમાં રમાઈ રહી છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરવા માટે ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેનોએ શાનદાર શરૂઆત કરી હતી. તેણે ખૂબ જ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ત્રણ ઓવરમાં જ રેકોર્ડ બનાવ્યો હતો. આ દરમિયાન ટીમના ઓપનર સેમ કોન્સ્ટાસ અને ઉસ્માન ખ્વાજા બેટિંગ કરી રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ બનાવ્યો હતો
ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ત્રણ ઓવરમાં 35 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ ત્રણ ઓવરમાં આ સર્વોચ્ચ સ્કોર હતો. ઓસ્ટ્રેલિયાએ આ પહેલા ક્યારેય આટલો મોટો સ્કોર બનાવ્યો ન હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં 13 રન બનાવ્યા હતા. હોમ ટેસ્ટ મેચોની પ્રથમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો આ બીજો સૌથી મોટો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ 2023માં સિડની ટેસ્ટ દરમિયાન પાકિસ્તાન સામે ઘરેલું ટેસ્ટની પ્રથમ ઓવરમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો.
હોમ ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો ટોપ 5 સૌથી મોટો સ્કોર
- 14 રન vs પાકિસ્તાન, પર્થ, 2023
- 13 રન vs ભારત, સિડની, 2025
- 12 રન vs પાકિસ્તાન, બ્રિસ્બેન, 2016
- 11 રન vs ન્યુઝીલેન્ડ, બ્રિસ્બેન, 2011
- 11 રન vs વેસ્ટ ઈન્ડિઝ, પર્થ, 2022
કોન્સ્ટાસની વિકેટે લય તોડી નાખી
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેનો અણનમ રહ્યા હતા, પરંતુ અચાનક તેમની લય બગડી ગઈ જ્યારે સેમ કોન્સ્ટાસને પ્રસિદ્ધ ક્રિશ્નાએ આઉટ કર્યો. સેમ કોન્સ્ટાસ અને ઉસ્મલ ખ્વાજા વચ્ચે પ્રથમ વિકેટ માટે 39 રનની ભાગીદારી થઈ હતી. સેમ કોન્સ્ટાસે આ મેચમાં 22 રનની ઇનિંગ રમી હતી. તેના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમની રન ગતિમાં થોડો વિરામ આવ્યો હતો. કોન્ટાસના આઉટ થયા બાદ માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ પણ ખૂબ જ ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા.