ભારત-A ટીમ મેન્સ ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલમાં પહોંચી છે. કોલંબોમાં રમાયેલી બીજી સેમીફાઈનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ-એને 51 રને હરાવ્યું હતું. 212 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 34.2 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ભારત-A ફાઇનલમાં પાકિસ્તાનની ટીમ સાથે ટકરાશે. પાકિસ્તાન-A એ પ્રથમ સેમિફાઇનલમાં યજમાન શ્રીલંકાને હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની ફાઈનલ અગાઉ 2013માં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. ભારત-A એકપણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી ગયું છે. સેમિફાઇનલ પહેલા ભારત-A એ પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.
212 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશે શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 70 રન જોડ્યા. આ પછી ભારતીય સ્પિન બોલરોએ વિકેટ લેવાનું શરૂ કર્યું અને બાંગ્લાદેશની ટીમ 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. બાંગ્લાદેશ તરફથી ઓપનર તંજીદ હસને સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારત તરફથી નિશાંત સિંધુએ 5 વિકેટ ઝડપી હતી. માનવ સુટરે પણ ત્રણનો ભોગ લીધો હતો.
અગાઉ, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા, ભારત-એએ સ્થિર શરૂઆત કરી હતી. સાઈ સુદર્શન અને અભિષેક શર્માએ પ્રથમ વિકેટ માટે 29 રન જોડ્યા હતા. આ પછી અભિષેકે નિકિન જોસ સાથે મળીને ભારતના સ્કોરને 74 રન સુધી પહોંચાડ્યો હતો. જોકે, નિકિન આઉટ થતાં જ અભિષેક પણ પેવેલિયન પરત ફર્યો હતો અને નિશાંત સિંધુ પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ પછી ભારતે સતત વિકેટો ગુમાવી હતી પરંતુ કેપ્ટન યશ ધુલ એક છેડેથી જામી ગયો હતો અને તેણે અડધી સદી પૂરી કરી હતી. તેને બીજા છેડેથી કોઈ ટેકો મળ્યો ન હતો.
માનવ સુથારે 21 રનની ઇનિંગ રમીને તેના કેપ્ટન યશ ધૂલને સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ રનઆઉટ થયો હતો. તેના પછી રાજવર્ધન હંગરગેકરે ઝડપી 15 રન બનાવ્યા પરંતુ તે પણ 47મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો. આ પછી કેપ્ટન યશ ધુલ પણ 66 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમ 5 બોલ બાકી રહેતા 211 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
The post Emerging Asia Cup: બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં ભારત, 23 જુલાઈએ પાકિસ્તાન સાથે ભીડશે appeared first on Ramat Jagat.