ટીમ ઇન્ડીયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ આજકાલ કમેન્ટ્રીની દુનિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ભારતને ઘણા મેચ જીતાવનાર આઆ ઓલરાઉન્ડર આજે પણ તેના ફેન્સના દિલો પર રાજ કરે છે. લોકો એમની કમેન્ટ્રીને પણ ખૂબ પસંદ કરે છે. આ વચ્ચે ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે એક ચોંકાવનાર ખુલાસો કર્યો છે. એમને જણાવ્યું હતું કે એક વખત એમને લોકોની ભીડે માર પણ માર્યો હતો. ઈરફાન પઠાણને માર મારવા પાછળનું કારણ એ હતું કે એમને ભૂલથી એક મહિલાની ચોટલી ખેંચી લીધી હતી. ઈરફાન ખાને આ કિસ્સો પોતે જ સંભળાવ્યો હતો. એમને આગળ જણાવ્યું હતું કે ભૂલથી એમણે એ મહિલાની ચોટલી ખેંચી હતી પણ ત્યાં હાજર કોઈ વ્યક્તિએ સમજી ન શક્યું અને બધાએ સાથે મળીને એમને માર માર્યો હતો.
હાલ જ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણે સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં આ કિસ્સા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં તેઓ મેચ રમવા ગયા હતા. મેચ પૂરી કરીને તેઓ જ્યારે બસમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે બસમાં પાછળ માથું ટેકવવા માટે કાશી સુવિધા નહતી અને એટલા માટે ખૂબ સંભાળીને બેસવું પડતું હતું. જ્યારે જ્યારે રસ્તા પર ખાડા આવે ત્યારે બસ ડ્રાઈવર ખૂબ ઝડપથી બ્રેક મારતો અને એ સમયે હું બેલેન્સ બનાવી રાખવા માટે આગળની સીટ પકડી લેતો .
ઈરફાન પઠાણે આગળ જણાવ્યું હતું કે,’ એક વખત ડ્રાઈવરે બ્રેક મારી અને બેલેન્સ બનાવી રાખવા મેં જયારે આગળની સીટ પકડી ત્યારે જોયું કે ભૂલથી મેં આગળ બેઠેલ મહિલાની ચોટલી પણ મારા હાથમાં આવી ગઈ હતી. બસ એ પછી ત્યાં હાજર લોકોને થયું કે મેં જાણી જોઇને આવું કામ કર્યું અને મને સારો એવો માર માર્યો હતો. જો કે પછી મેં ત્યાં હાજર લોકોને સમજાવ્યું કે ભૂલથી ભૂલ થઇ ગઈ હતી અને આખરે તેઓ માની ગયા અને એ પછી એ લોકોએ મારી પાસે માફી પણ માંગી હતી.