Champions Trophy 2025: શેડ્યૂલ ક્યારે જાહેર થશે?
Champions Trophy 2025: આગામી ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું એક પ્રતિનિધિમંડળ 10 થી 12 નવેમ્બર વચ્ચે પાકિસ્તાનની મુલાકાતે જશે.
ICCએ આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને આપી છે. જો કે ટુર્નામેન્ટનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ પાકિસ્તાને તેનું સંભવિત શેડ્યૂલ સભ્ય દેશો સાથે શેર કર્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 8 દેશો ભાગ લેશે. જો કે હવે ચેમ્પિયન્સ ટ્રોફીના શિડ્યુલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
શેડ્યૂલ સંબંધિત મોટું અપડેટ
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફીની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું એક પ્રતિનિધિમંડળ 10 થી 12 નવેમ્બર દરમિયાન લાહોરની મુલાકાત લેશે. આ ઈવેન્ટમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલની જાહેરાત થઈ શકે છે. માનવામાં આવે છે કે આ કાર્યક્રમમાં ઘણા ખેલાડીઓ ઉપરાંત મોટી હસ્તીઓ પણ ભાગ લઈ શકે છે. સૂચિત કાર્યક્રમ અનુસાર ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
ટીમોને 2 ભાગોમાં વહેંચવામાં આવશે
સૂચિત કાર્યક્રમ અનુસાર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે જ્યારે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. જો કે, આની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. એવું માનવામાં આવે છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સૂચિત સમયપત્રક
19 ફેબ્રુઆરી 2025: ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન – કરાચી
20 ફેબ્રુઆરી: બાંગ્લાદેશ વિ ભારત – લાહોર
21 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા – કરાચી
22 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ – લાહોર
23 ફેબ્રુઆરી: ન્યુઝીલેન્ડ વિ ભારત – લાહોર
24 ફેબ્રુઆરી: પાકિસ્તાન વિ બાંગ્લાદેશ – રાવલપિંડી
25 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ – લાહોર
26 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – રાવલપિંડી
27 ફેબ્રુઆરી: બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ – લાહોર
28 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા – રાવલપિંડી
1 માર્ચ: પાકિસ્તાન વિરુદ્ધ ભારત – લાહોર
2 માર્ચ: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ – રાવલપિંડી
5 માર્ચ સેમીફાઈનલ: ટીબીસી વિ ટીબીસી – કરાચી
6 માર્ચ સેમીફાઈનલ: ટીબીસી વિ ટીબીસી – રાવલપિંડી
9 માર્ચ ફાઈનલ: ટીબીસી વિ ટીબીસી – લાહોર
CHAMPIONS TROPHY SCHEDULE IS LIKELY TO BE ANNOUNCED NEXT WEEK…!!! [The Express Tribune] pic.twitter.com/vbIK9EVVPh
— Johns. (@CricCrazyJohns) November 6, 2024