ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ત્રીજી આવૃત્તિ (2023-25)ની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ 2023 સાથે થઈ હતી. અગાઉની બે આવૃત્તિઓની જેમ આ વખતે પણ 9 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે અને અંતે ટોચની 2 ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે.
WTC 2023-25માં કુલ 27 સિરીઝ અને 68 મેચો રમાવાની છે. દરેક ટીમે દેશ-વિદેશમાં 3-3 સિરીઝ રમવાની છે. તેની ફાઈનલ 2025માં લોર્ડ્સમાં રમાશે. અગાઉ 2021માં ફાઈનલ સાઉધમ્પ્ટન ખાતે અને 2023માં ઓવલ ખાતે રમાઈ હતી.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા આ બે વર્ષમાં ભારત, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે 6 સીરીઝ રમવાનું છે. ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ભારત, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન સામે તેની 6 સીરીઝ રમવા જઈ રહી છે. પાકિસ્તાનને ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામે 6 શ્રેણી રમવાની છે.
ભારતે તેની 6 શ્રેણી ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. દક્ષિણ આફ્રિકાએ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ સામે 6 સીરીઝ રમવાની છે. શ્રીલંકાએ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે 6 સીરીઝ રમવાની છે.
ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે તેની 6 શ્રેણી રમવાની છે. બાંગ્લાદેશને ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન સામે 6 સીરીઝ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ ભારત, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે 6 શ્રેણી રમશે