ભારતીય ટીમના પૂર્વ ખેલાડી પ્રવીણ કુમારની કારને અકસ્માત નડ્યો હતો.
આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માત સર્જનાર ટેન્કર ચાલકને પકડી લીધો હતો.
બાદમાં પોલીસે આવીને તેને કસ્ટડીમાં લીધો હતો.
સદનસીબે, ક્રિકેટર અને તેમના પુત્રને ગંભીર ઈજા થઈ નથી અને પ્રવીણ કુમાર અને તેમનો પુત્ર સુરક્ષિત છે.
પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર 4 જુલાઈની રાત્રે લગભગ 10 વાગ્યે પોતાની લેન્ડ રોવર ડિફેન્ડર ગાડીથી મેરઠમાં પાંડવ નગરની તરફ આવી રહ્યા હતા ત્યારે કમિશ્નર આવાસ નજીક ટેન્કર સાથે તેમની ગાડીની ટક્કર થતાં અકસ્માત થયો પણ ગાડીમાં એરબેગ ખુલી જતા પ્રવીણ અને તેમના દિકરાનો આ દુર્ઘટનામાં બચાવ થયો છે.