વર્લ્ડ કપ 2023 માટે ઓસ્ટ્રેલિયા ટીમ: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે માર્નસ લાબુશેનનો સમાવેશ કર્યો નથી, જ્યારે ડેવિડ વોર્નર પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની જાહેરાત સમયે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની આગામી વનડે શ્રેણી અને ભારત સામેની વનડે શ્રેણી માટે આ જ ટીમની પસંદગી કરવામાં આવી છે.
પેટ કમિન્સ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ કરશે. તમને જણાવી દઈએ કે લાબુશેનને ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય ચોંકાવનારો છે. લાબુશેને તેની 30 વનડેમાં 31.37ની એવરેજથી રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (સી), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક , માર્કસ સ્ટોઈનીસ , ડેવિડ વોર્નર , એડમ ઝમ્પા
Presenting your 18-player squad for the 2023 ODI World Cup, as well as two lead-in series against South Africa and India! 🏆🇦🇺 pic.twitter.com/h6jVWYJvMy
— Cricket Australia (@CricketAus) August 7, 2023
આ વખતે વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચ મુંબઈ (15 નવેમ્બર) અને કોલકાતા (16 નવેમ્બર)માં અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.
ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનું શેડ્યૂલ
ઓસ્ટ્રેલિયા Vs ભારત 8 ઓક્ટોબર, ચેન્નાઈ
ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા 13 ઓક્ટોબર લખનૌ
ઓસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર 2 16 ઓક્ટોબર લખનૌ
ઓસ્ટ્રેલિયા Vs પાકિસ્તાન 20 ઓક્ટોબર, બેંગલુરુ
ઓસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર 1 25 ઓક્ટોબર દિલ્હી
ઓસ્ટ્રેલિયા Vs ન્યુઝીલેન્ડ 28 ઓક્ટોબર, ધર્મશાલા
ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ 4 નવેમ્બર, અમદાવાદ
ઓસ્ટ્રેલિયા Vs અફઘાનિસ્તાન 7 નવેમ્બર મુંબઈ
ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ 12 નવેમ્બર પુણે