T20 ઈન્ટરનેશનલ શરૂ થયાને 18 વર્ષ થઈ ગયા છે. પ્રથમ T20I મેચ ફેબ્રુઆરી 2005માં 17 ફેબ્રુઆરી 2005ના રોજ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં રમાઈ હતી. T20Iના ઈતિહાસમાં અત્યાર સુધી બે બેટ્સમેન – ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સ (Alex Hales) અને ડેનમાર્કના હમીદ શાહ 99ના સ્કોર પર આઉટ થયા છે. હેલ્સ વર્ષ 2012માં વેસ્ટ ઈન્ડિઝ સામે 99 રન પર આઉટ થયા હતા અને વર્ષ 2022માં ‘હેમ’ શાહ ફિનલેન્ડ સામે. આ બંને બેટ્સમેનના આઉટ થવા સાથે એક વિચિત્ર સંયોગ જોડાયેલો છે.
T20 ઈન્ટરનેશનલમાં 99 રનના સ્કોર પર આઉટ થયેલા આ બંને બેટ્સમેનોએ પોતાની ઈનિંગ દરમિયાન સમાન બોલ રમ્યા હતા. આટલું જ નહીં, બંનેએ ફટકારેલા ચોગ્ગા અને છગ્ગાની સંખ્યા પણ બરાબર હતી.રસપ્રદ વાત એ છે કે બંનેએ ઓપનર તરીકે આ સ્કોર બનાવ્યો અને તેમની ટીમે મેચ જીતી લીધી.
4 જૂન, 2012ના રોજ, ઈંગ્લેન્ડના હેલ્સ નોટિંગહામ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 મેચમાં 99 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. વેસ્ટ ઈન્ડિઝે બનાવેલા 172 રનના જવાબમાં ઈંગ્લેન્ડ (England vs West Indies)એ 19.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ મેચમાં યજમાન ટીમનો ઓપનર હેલ્સ 99 રન (145.58) બનાવીને રવિ રામપોલનો શિકાર બન્યો હતો. તેની ઇનિંગમાં હેલ્સે 68 બોલનો સામનો કર્યો હતો અને છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.ભારતીય મૂળના રવિ બોપારાએ પણ આ મેચમાં 59 રનની ઇનિંગ રમી હતી.
હેલ્સની આ ઇનિંગ્સના લગભગ 10 વર્ષ પછી, T20 ઇન્ટરનેશનલમાં વધુ એક બેટર 99ના સ્કોર પર આઉટ થયો હતો. 5 મે 2022 ના રોજ, ફિનલેન્ડ સામેની મેચમાં, ડેનમાર્કના હામિદ શાહ (Denmark vs Finland) એક રનના માર્જિનથી સદી ચૂકી ગયા. શાહ કમનસીબે 99 રન બનાવીને રનઆઉટ થયો હતો. સંયોગ જુઓ, આ ઈનિંગ દરમિયાન ‘હેમ’ તરીકે જાણીતા હામિદ શાહે પણ 68 બોલનો સામનો કરતા છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ડેનમાર્કના 4 વિકેટે 162 રનના જવાબમાં ફિનલેન્ડની ટીમ 8 વિકેટ ગુમાવીને 109 રન બનાવી શકી હતી અને 53 રનથી મેચ હારી ગઈ હતી.