એડવેન્ચરસ હોવું એ ખુબ સારી વાતછે. ત્યારે લોકોને સૌથી વધુ એડવેન્ચર બંજી જમ્પીંમન્ગમાં આવતું હોય છે. જો તમે બંજી જમ્પિંગ કે એડવેન્ચરના શોખીન છો તો આ જગ્યાઓ તમારા માટે બેસ્ટ છે. જાણો તેના વિશે
એર બલૂન બંજી જમ્પિંગ, બલ્ગેરિયા
આ જગ્યાએ બંજી જમ્પિંગ અનોખી રીતે કરવામાં આવે છે. અહીં હોટ એર બલૂન પર કૂદીને બંજી જમ્પિંગ કરવામાં આવે છે, જે ખૂબ જ ખાસ અનુભવ છે. તેની ઊંચાઈ 200 મીટરની આસપાસ રાખવામાં આવે છે.
મકાઉ ટાવર, ચીન
જ્યારે બંજી જમ્પિંગની વાત આવે છે, ત્યારે ચીનના મકાઉ ટાવરને કેવી રીતે ભૂલી શકાય. એવું કહેવાય છે કે આ જગ્યા સૌથી ઊંચા બંજી જમ્પિંગ પ્લેસમાંથી એક છે. અહીં આ એડવેન્ચર સ્પોટ લગભગ 750 ફૂટની ઊંચાઈથી કરવામાં આવે છે.
યુરોપાબ્રુક બ્રિજ, ઓસ્ટ્રિયા
એડવેન્ચર પ્રેમીઓ માટે આ બ્રિજ કોઈ સ્વર્ગથી ઓછો નથી. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં બંજી જમ્પિંગ સિવાય રોકેટ બંજી અને બંજી રનિંગ પણ કરવામાં આવે છે. આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી.
બ્લૉક્રાન્સ બ્રિજ, આફ્રિકા
દક્ષિણ આફ્રિકાના બ્લૉક્રૅન્સ બ્રિજ પર પણ બંજી જમ્પિંગનો આનંદ લઈ શકાય છે. કમાનના આકારમાં બનેલા આ પુલ પરથી લગભગ 700 ફૂટની બંજી જમ્પિંગ કરવામાં આવે છે. આ જગ્યા સાહસિક લોકો માટે શ્રેષ્ઠ છે.