સામાન્ય રીતે લગભગ દરેક ધર્મમાં રિવાજ છે કે દુલ્હા-દુલ્હન લગ્ન બાદ દેવી-દેવતાઓના આશીર્વાદ લે છે. ફેમસ મંદિરો અથવા ધાર્મિક સ્થળોના દર્શન કરવા જાય છે પરંતુ આપણા દેશમાં એક મંદિર એવું પણ છે જ્યાં લગ્ન બાદ પુરૂષો જવાથી ડરે છે. અહીં પરણિત પુરૂષો ભુલથી પણ નથી જતા નહીં તો તેમને એક શ્રાપના કારણે ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.
રાજસ્થાનમાં સ્થિત બ્રહ્માજીના વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મંદિરમાં પરણિત પુરૂષો જવાથી ડરે છે. માન્યતા છે કે જો પરણિત યુવકો આ મંદિરમાં જાય તો તેમના દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે છે. તેના પાછળ કારણ છે બ્રહ્માજીને તેમના પત્ની દ્વારા આપવામાં આવેલો એક શ્રાપ. પૈરાણિક કથાઓ અનુસાર બ્રહ્માજીએ સૃષ્ટિની રચના માટે રાજસ્થાનના પુષ્કરમાં યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં તેમને પત્નીની સાથે બેસવાનું હતું. પરંતુ તેમની પત્ની સાવિત્રીએ આવવામાં મોડુ કર્યું. જેથી તેમણે નંદિની ગાયના મુખમાંથી ગાયત્રીને પ્રગટ કર્યા અને તેમની સાથે વિવાહ કરી યજ્ઞ કરવા લાગ્યા.
જ્યારે સાવિત્રી પહોંચ્યા તો બ્રહ્માજીની સાથે તેમણે પોતાની જગ્યા પર કોઈ અન્ય સ્ત્રીને યજ્ઞમાં બેઠેલી જોઈને ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો કે જે સંસારની રચના માટે તમે મને ભુલી ગયા તે જ સંસાર તેમને નહીં પુજે. જે પરણિત પુરૂષ તમારા આ મંદિરમાં પ્રવેશ કરશે તેના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવશે. આજ કારણ છે કે આ મંદિરમાં કુવારા યુવક-યુવતીઓ અને પરણિત મહિલાઓ તો આવે છે પરંતુ પરણિત પુરૂષો નથી આવતા.
પુષ્કરના આ મંદિરની પાસે તેમની પત્ની સાવિત્રીજીનું મંદિર અલગ એક પહાડ પર બનેલું છે. કહેવાય છે કે ગુસ્સો શાંત થવા પર બ્રહ્માજીની પત્ની સાવિત્રી પુષ્કરની પાસે પહાડો પર જઈને તપસ્યામાં લીન થઈ ગયા અને પછી તે ત્યાંના જ થઈને રહી ગયા. આ મંદિરમાં મહિલાઓ પ્રસાદમાં મહેંદી, ચાંદલો અને બંગડી જેવી શ્રૃંગાર સામગ્રી ચઢાવે છે અને પોતાના પતિની લાંબી ઉંમરની દુઆ માંગે છે.