ઘણા લોકોને ટ્રાવેલિંગ કરવા અને ફરવાનો ખૂબ શોખ હોય છે. એવામાં તે ફરવાથી લઈને બહાર ગામ યાત્રા કરતા રહેતા હોય છે. યાત્રા કરનાર લોકોને ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ જરૂર કરાવવો જોઈએ. જણાવી દઈએ કે વિદેશ યાત્રા કરનાર લોકો માટે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કરાવવું ખૂબ જ જરૂરી છે. ત્યાં જ દેશમાં યાત્રા વખતે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ જરૂરી નથી. પરંતુ ઘણા એક્સપર્ટ્સનું એવું માનવું છે કે દેશમાં પણ યાત્રા વખતે ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ જરૂર કાવવો જોઈએ. મોટાભાગના લોકો ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સનું ઓપ્શન નથી પસંદ કરતા કારણ કે તેમને આ વિશે જાણકારી નથી હોતી. ઘણા લોકોને લાગે છે કે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કરાવવા પર ફક્ત એક્સીડેન્ટ થવા પર નુકસાન ભરપાઈ મળે છે. પરંતુ એવું નથી તે તમને મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં સામાન ચોરી અથવા ગુમ થવાની સ્થિતિમાં પણ મદદ કરે છે.
ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સની ખાસ વાત
- ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવા પર તમને ટ્રાવેલ વખતે એક્સીડેન્ટ થવાની સ્થિતિમાં કવર મળે છે.
- તે ઉપરાંત તમને મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં, ટ્રાવેલ વખતે થયેલી મુશ્કેલીઓ પર, ફ્લાઈટ લેટ થવા પર, ટિકિટ કેન્સલ થવા પર વગરેરે નુકસાન પર તમને ઈન્શ્યોરન્સ કવર મળે છે. સાથે જ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં તમને એમ્બ્યુલન્સની સુવિધા મળશે.
- જો કોઈ વ્યક્તિ યાત્રા વખતે અચાનકથી બીમાર થઈ જાય તો આવી સ્થિતિમાં તમને હેલ્થ કવર મળે છે. કોઈ વ્યક્તિના બીમાર થવા પર તમનો હોસ્પિટલ સંપૂર્ણ ખર્ચ ઈન્શ્યોરન્સ કંપની ઉઠાવે છે.
- જો કોઈ વ્યક્તિનો યાત્રા વખતે સામાન છૂટી જાય અથવા ચોરી થઈ જાય તો આવી સ્થિતિમાં તમને નુકસાન ભરપાઈ ઈન્શ્યોરન્સ કંપનીથી મળે છે.
- જો તમારી યાત્રા પહેલા અથવા એન્ડ ટાઈમ પર ટિકિટ કેન્સલ વગેરેની પરિસ્થિતિ પર તમને રિફંડના બધા પૈસા મળી જશે.
- જો તમારી પાસે પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે કોઈ પણ વસ્તુ ગુમ થઈ હોય તો આવી સ્થિતિમાં તમને નુકસાનની ભરપાઈ ઈન્શ્યોરન્સ કંપની કવર આપશે.
- ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કરવાનું ઓપ્શન
- તમે પ્યૂચર જેનેરાલીની શુભ યાત્રા પોલિસી, બજાજ એલિયાંસની ભારત ભ્રમણ પોલિસી, ટાટા એઆઈડી ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પોલિસી વગેરેથી ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ ખરીદી શકો છો. આ પોલિસીમાં તમને યાત્રા વખતે દરેક પ્રકારની પોલિસીનો લાભ મળશે. તેની સાથે જ તમને મેડિકલ ઈમરજન્સીનો પણ લાભ મળશે.