બનાસકાંઠા જિલ્લાના આકોલી ગામમાં માતા પિતાનું અનોખું મંદિર છે. કેટલાક સંતાનો પોતાના માતા પિતાને વૃદ્ધા આશ્રમમાં મોકલતા હોય છે. પરંતુ આકોલી ગામના સરકારી અધિકારીએ પોતાના માતા પિતાનું અને વડવાઓનું મંદિર બનાવીને તેમની પૂજા કરે છે. વૃદ્ધોની પૂજા કરતા આ દ્રશ્યો કોઈ વૃદ્ધા આશ્રમના નથી. આ દ્રશ્યો બનાસકાંઠાના આકોલી ગામમાં આવેલા માતૃ પિતૃ મંદિરના આકોલી ગામના સુદીપકુમાર વાલાણી નામના તાલુકા વિકાસ અધિકારીએ પોતાના પિતા સ્વ.દિનેશભાઇ વાલણી યાદમાં અનોખું માતૃ પિતૃ મંદિર બનાવ્યું છે. આકોલી ગામની મધ્યમાં આ માતૃ પિતૃ મંદિર આવેલું છે. આ મંદિરમાં સુધીરકુમાર વલાણીએ તેમના પિતા અને વડવાઓનની મૂર્તિઓની સ્થાપના કરી છે અને આ મંદિરમાં પૂજા કરવા માટે પૂજારી પણ રાખવામાં આવ્યા છે. સાંજ સવાર જેમ ભગવાનના મંદિરની આરતી થાય છે તે જ રીતે આ માતૃ પિતૃ મંદિરમાં પણ માતા પિતાની આરતી થાય છે.
ધાંગધ્રા ગામમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે નોકરી કરતા સુધીપકુમાર વાલાણીનું માનીએ તો આ વિશ્વનું એકમાત્ર મંદિર હશે જે માતૃ પિતૃની આરાધના માટે બન્યું છે. સંસ્કૃતમાં કહેવત છે કે, “માતૃ પિતૃ દેવો ભવ” આ કહેવતને સાર્થક બનાસકાંઠા જિલ્લાના આકોલી ગામના પનોતા પુત્ર સુધીપકુમાર વાલાણીએ માતૃ પિતૃ મંદિર બનાવીને કરી છે. આકોલી ગામમાં આવેલા આ માતૃ પિતૃ મંદિરને આજે એક વર્ષ પૂર્ણ થતા વાલણી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કાંકરેજ તાલુકાના સરકારી અધિકારીઓ સહિત પાલનપુર વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને બોલાવવામાં આવ્યા હતા. તેમના સન્માન સાથે આકોલી ગામના લોકોએ વૃદ્ધોની પૂજા અર્ચના કરી હતી. વૃદ્ધો પણ તેમના પુત્રોની જગ્યાએ અન્ય વ્યક્તિઓ તેમની પૂજા કરતા હોવાથી તેમની આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા હતા.
આકોલી ગામના લોકોનું માનીએ તો આકોલી ગામ નસીબદાર છે. જ્યાં દેશનું પ્રથમ એવું માતા પિતાનું માતૃ પિતૃ મંદિર બન્યું છે. જે રીતે લોકો ભગવાનની મંદિરમાં પૂજા કરતા હોય છે તે જ રીતે સ્વ. દિનેશભાઈના સંતાનો આ મંદિરમાં વડવાઓની મૂર્તિની ભગવાનની જેમ પૂજા કરી રહ્યા છે. એક તરફ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો બીજી તરફ સ્વ. દિનેશભાઇના ત્રણ પુત્રોએ પોતાના પિતા અને દાદા દાદીનું માતૃ પિતૃ મંદિર બનાવીને સમાજમાં અન્ય યુવાનોને પ્રેરણા આપે તેવો દાખલો બેસાડ્યો છે.