Women Hygiene: ઉનાળામાં જો પર્સનલ હાઈજીનનું ધ્યાન રાખવામાં ન આવે તો ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ કરીને આ મામલામાં મહિલાઓએ સતર્ક રહેવું જોઈએ. મહિલાઓને સતત એક્ટિવ રહેવું પડે છે અને પરિણામે પરસેવો પણ વધારે થાય છે. પરસેવાના કારણે શરીરના કેટલાક અંગો પર બેક્ટેરિયા જમા થતા હોય છે. તેવામાં જો આ અંગોની સફાઈ પર ધ્યાન આપવામાં આવે તો શરૂઆત ખંજવાળ અને બળતરાથી થાય છે અને પછી ઇન્ફેક્શન વધી જાય છે. આ પ્રકારની સમસ્યા ન થાય તે માટે સવારે નહાયા પછી દિવસમાં ઓછામાં ઓછી બે વખત શરીરના આ અંગોની સાફ-સફાઈ પર ધ્યાન આપવું.
અંડર આર્મ્સ
મહિલાઓને આખો દિવસ ઘડિયાળના કાંટે દોડવું પડે છે જેના કારણે ન્હાવાનો સમય પણ ઘણી વખત સરખો મળતો નથી જેના કારણે બગલમાં ગંદકી જામી જાય છે. બગલની સફાઈ બરાબર ન થાય તો ત્યાંની સ્કીન કાળી પડી જાય છે અને સાથે દુર્ગંધ પણ આવે છે. આવી સ્થિતિમાં બગલમાં ઇન્ફેક્શન થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. આ જગ્યાએ પરસેવો પણ વધારે થાય છે. તેથી દિવસમાં ઓછામાં ઓછી બે વખત અંડર આર્મ્સ ક્લીન કરવા જોઈએ.
પગ
ઘરની અંદર પણ બેક્ટેરિયા હોય છે જે પગમાં ચીપકી જાય છે. જો પગની સફાઈ પર ધ્યાન આપવામાં ન આવે તો ઉનાળામાં પણ એડી ફાટે છે અને પગની આંગળીની વચ્ચે અને નખમાં ઇન્ફેક્શન વધી જાય છે. મોટાભાગની મહિલાઓ પગની કાળજી લેતી નથી. પરંતુ પગને પણ દિવસમાં બે વખત સાબુથી સાફ કરવા જોઈએ.
વજાઈના
મહિલાઓમાં વજાઈનલ ઇન્ફેક્શન ખૂબ જ સામાન્ય બાબત છે. આ સમસ્યા કોઈપણ સ્ત્રીને થઈ શકે છે. ઇન્ફેક્શન ન થાય તે વાતનું ધ્યાન રાખવું હોય તો સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. દરેક મહિલાએ દિવસમાં બે થી ત્રણ વખત પોતાના પ્રાઇવેટ પાર્ટને પાણીથી સાફ કરવો જોઈએ જેથી બેક્ટેરિયા અને ગંદકી ઇન્ફેક્શન ન વધારે.
હિપ્સ
હિપ્સ ટોયલેટ શીટના સંપર્કમાં વારંવાર આવે છે જેના કારણે અહીં જર્મ્સ એકત્ર થઈ જાય છે. ગરમીમાં કલાકો સુધી બેસવાનું થાય તો પરસેવો પણ થાય છે. તેથી શરીરના આ ભાગને પણ દિવસમાં બે વખત સાફ કરવો જોઈએ.
હાથ
આખો દિવસ મહિલાઓ કોઈને કોઈ કામ કરતી રહે છે જેના કારણે હાથ પણ સતત એક્ટિવ રહે છે. ગરમીમાં હાથની સ્વચ્છતા પર ધ્યાન આપવામાં ન આવે તો હાથ વડે બેક્ટેરિયા પેટમાં પણ જઈ શકે છે. તેથી દિવસમાં ત્રણથી ચાર વખત હેન્ડ વોશ થી હાથ સાફ કરી અને મોસ્ચ્યુરાઈઝર લગાડવું જોઈએ.
દાંત અને જીભ
ઓરલ હાઇજિન મેન્ટેન કરવી પણ ખૂબ જ જરૂરી છે. ગરમીમાં જો ધ્યાન રાખવામાં ન આવે તો દાંત અને પેઢાની સમસ્યા વધી શકે છે. કારણકે ગરમીના વાતાવરણમાં મીઠી અને ઠંડી વસ્તુઓનું સેવન વધી જાય છે. તેથી જ જરૂરી છે કે દિવસમાં બે વખત બ્રશ કરવાની આદત પાડવી. દિવસમાં બે વખત બ્રશ કરીને દાંત સાફ કરવા અને સાથે જ જીભને પણ સાફ કરવી.