દેશમાં કોરોના વાયરસ દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. હવે એક જ દિવસમાં 25 હજારથી પણ વધારે કેસો આવી રહ્યા છે. પરિસ્થિતીને જોતા ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યુ છે. ત્યારે આવા સમયે જરૂરી છે કે, તમે ખાસ સાવધાનીઓ રાખો.
એટલા માટે અમે આપને અહીં અમુક વાતો જણાવા જઈ રહ્યા છીએ. જે કારમાં બેસતા પહેલા જાણવી જરૂરી છે. જેનાથી તમે પોતે અને પરિવાર સાથે રહીને કોરોનાથી બચી શકાશે. સાથે જ જો આ વાતોને નજરઅંદાજ કરશો તો આપના જીવને જોખમ પણ આવી શકે છે.
એસી વેંટ્સને કરો સાફ
જો કારના એસી વેંટ્સ ગંદા છે, તો આ ગાડીમાં કીટાણુ જલ્દીથી ફેલાઈ થઈ શકે છે. ત્યારે આવા સમયે જો એસી વેંટ્સ કોઈ પણ પ્રકારે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે. તો તેનાથી ગાડીમાં બેઠેલા લોકો ઝડપથી સંક્રમિત થઈ શકે છે. એટલા માટે કારની અંદર રહેલા એસી વેંટ્સને સારી રીતે સાફ કરો.
કારની અંદર આટલી વસ્તુ રાખો
કારમાં મુસાફરી કરતા પહેલા અમુક વસ્તુઓનું ધ્યાન રાખવુ જોઈએ. જેવુ કે કારની અંદર સ્પ્રે સેનિટાઈઝર, હૈંડ સેનિટાઈઝર, ટિશ્યૂ પેપર. ઉપરાંત કારની અંદર એક સાફ કપડુ પણ રાખો.
આટલી વસ્તુને ખાસ કરો સેનેટાઈઝ
આમ તો સમગ્ર કારને સેનેટાઈઝ કરવી જોઈએ. પણ જો જલ્દીમાં હોવ તો કાર સ્ટીયરીંગ, ગિયર, નોબ, ડૈશબોર્ડ અને સીટને જરૂરથી સેનેટાઈઝ કરો. એક કપડામાં સેનેટાઈઝ લગાવી દરેક જગ્યાએ પોતુ મારો. સેનેટાઈઝની જગ્યાએ એક કપડામાં સાબૂ અથવા ફક્ત પાણીમાં કપડુ પલાળી દરેક જગ્યાએ સાફ કરી શકો. બજારમાં સેનેટાઈઝ સ્પ્રે પણ મળે છે. જેની મદદથી તમે સરળતાથી સ્પ્રે કરી શકો છો.
દરેક સિંગલ ટ્રિપ પર કરો સેનિટાઈઝ
કારમાં બેસતા પહેલા પણ સેનેટાઈઝ કરો. પછી ભલેને તમે ઘરેથી જ કેમ ન નિકળ્યા હોવ. ઉપરાંત ઘરેથી ઓફિસ જતાં રસ્તામાં જ્યાં પણ કારમાંથી નિચે ઉતરો અને પાછા આવો ત્યારે ગાડીમાં દરેક જગ્યાએ સેનેટાઈઝ કરો.