વાળને સુંદર બનાવવા માટે તમે અલગ-અલગ પ્રકારના પ્રયોગ કરતા હશો. પરંતુ શું તમે જાણો છો કે વાળને મજબૂત, મુલાયમ અને ચમકદાર બનાવવા માટે ઈંડા અને દહીનુ સેવન એકસાથે કરી શકાય છે.
ડેન્ડ્રફમાંથી પણ છૂટકારો અપાવશે
ઈંડા અને દહીથી તમારા વાળ ખૂબ સિલ્કી થઇ જશે. આ સિવાય વાળ ખરવાની ફરિયાદ પણ દૂર થશે. તો આવો જાણીએ કે કેવીરીતે ઈંડા અને દહીનુ મિશ્રણ તમારા વાળમાં લગાવવુ જોઈએ. એવા લોકો જે વાળની મજબૂતી અને સુંદરતા માટે મોંઘા હેરકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તેઓ હવે આ બધુ છોડીને ઈંડા અને દહીનુ મિશ્રણ ફરજીયાત ટ્રાય કરવુ જોઈએ. દહી અને ઈંડા બંને વાળને અલગ-અલગ રીતે ફાયદો પહોંચાડી શકે છે. ખરેખર, વાળની કન્ડીશનિંગ માટે દહી એક સારો વિકલ્પ કહેવામાં આવે છે. આ વાળને મુલાયમ બનાવવાની સાથે તેને સારી શાઈનિંગ આપવી અને ડેન્ડ્રફથી છૂટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે.
વાળની શુષ્કતા પણ ઘટશે
ઉલ્લેખનીય છે કે ઈંડામાં સલ્ફર, ફાસ્ફોરસ, સેલેનિયમ, આયોડીન, જિન્ક અને પ્રોટીન રહેલુ છે. જે વાળને મજબૂત કરે છે. ખરેખર દહી અને ઈંડામાં મળતા પોષક તત્વોને જોતા આ કહેવુ અયોગ્ય નથી કે વાળ માટે દહી અને ઈંડાનો ઉપયોગ શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. વાળની શુષ્કતાને ઘટાડવાથી લઇને ડેમેજ હેરને રિપેર કરવામાં ઈંડા અને દહી ઉપયોગી છે.
આ રીતે દહી અને ઈંડાનો કરો ઉપયોગ
સૌથી પહેલા તમે એક ઈંડુ લઈ લો. ત્યારબાદ તેમાં બે ચમચી દહી નાખો. આ બંનેનુ સારી રીતે મિશ્રણ કરો. તૈયાર કરવામાં આવેલી આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો. 20-30 મિનિટ સુધી તેને લગાવ્યાં બાદ વાળને શેમ્પુથી ધોઈ નાખો.