ચાનું નામ આવતાની સાથે જ દીલખુશ થઇ જાય છે,અરે ચા તો ગુજરાતની ઓળખ છે,ચા તો એક એવો નશો છે જે ઉતરવાનું નામ જ નહી લેતો.સવારમાં ઉઠતા જ ચા ની યાદ આવી જાય છે.યુવાવર્ગમાં તો હવે ચા સૌની જાન બની ગઈ છે.કામમાં કંટાળો આવે તો ચાલો ચા પીવા,સવારમાં ઉઠીએ ત્યારે પેલી જ યાદ ચા ની આવે છે.નાના થી માંડી મોટા પણ ચા પાછળ દીવાના છે.
કહેવાય છે ને કે ચા બગડી એનો દિવસ બગડ્યો એટલે ચા તો જોઈએ જ એ પણ કડક અને જેમાંથી એક જન્નત મળતી હોય.વરસાદ હોય કે પછી ઠંડી ચા ની યાદ તો આવે જ છે.ચા પીતા,પીતા મિત્રો વચ્ચે ગપાટા હોય.અઢળક ચર્ચાઓ થતી હોય.ઉની ઉની ચા સાથે જૂની ભાઈબંધી મળી જતી હોય.અને શમી સાંજ હોય,દોસ્તીની મીઠી યાદ હોય અને એક કપ ચાય હોય,જાણે એવું લાગી આવે કે સમય બસ અહી જ થંભી જાય..
દુનિયાની તમામ જાહોજલાલી જોવા મળી હોય લાગે જયારે ચાની લારી પર દોસ્તીની મહેફિલ જામેલી હોય.આજકાલ સૌ ચાના બંધાણી થઈ ગયા છે.જીંદગીમાં ચા સિવાય કોઈપણ ટેક લેવાની અને મોજથી ચાની ચૂસ્કી માણી લેવાની.બસ એક કપ ચા સાથે બિસ્કીટ મળી જાય.આહા શું મજ્જા જ પડી જાય.જમવાનું ન મળે તો ચાલે પણ ચા તો જોઈએ જ.,જેની મીઠી તલપ હોય..ચાની તલપ અને તરસ આવો નશો તો ચામાં જ જોવા મળે .
જો ચા ન મળે તો મગજ પર કન્ટ્રોલ નહી રહેતું .બસ કોઈ પૂછી દે કે શું લેશો તો હોઠ પર શબ્દ આવી જ જાય કે ચા સાથે મારા જુના મિત્રો.ઘણી વાર આપણને ચાની લત નથી લાગેલી હોતી પણ જે મિત્રો સાથે ચા પિતા પિતા જે સમય કાઢ્યો હોય એ યાદ આવે છે.ચા એટલે સુકુન,ચા એટલે જૂની દોસ્તીની યાદો,ચા એટલે યાદો ને તાજા કરવી,ચા એટલે ખોટા ખોટા ગપ્પા લડાવી મિત્રો સાથે વાતો વાગોળવી.મારા જેવા માટે તો ચા અમૃત જ છે.
ચા એટલે બધું જ,નશો ,દુનિયા,વગેરે..એટલે જ કહું છે કે ચા વગર સુનો સંસાર..હું ક્યાં કહું છું કે તને મળવા આવું ત્યારે પિઝ્ઝા પાર્ટી હોવી જોઈએ,બસ ખાલી એટલું કહું છું કે હું તને મળવા આવું ત્યારે ચા હોવી જોઈએ.ચા ના રસિયા તો ઠેર ઠેર જોવા મળે છે.ગમે તેવો વિસ્તાર હોય ઉજ્જડ વિસ્તારમાં પણ નાનકડી ચા ની લારી કે ટપરી તો હોય જ.સારી ચા મળવી એ તો જાણે સ્વર્ગનો અહેસાસ અપાવે એ ભલે પછી રાજકોટના જય અંબેની હોય કે ખેતલાઆપાની હોય કે પછી તાજ હોટેલ ની હોય બાકી આજકાલ સૌ ચા વગર અધૂરા જ છે
આખરે ચા ..છે જ એવી અને ચા ના સ્વાદ- ઘર ઘર પ્રમાણે…..સ્વભાવ પ્રમાણે અલગ અલગ..! કોઈક કડવી….કોઈક ફિક્કી…કોક માત્ર પાણી જેવી તો કોઈક કાચા દૂધ ની વાસ વાળી…..! અને જેમ દુનિયાની ભૌગોલિકતા બદલાય- એમ ચા બનાવવા નો- પીવા નો તરીકો બદલાતો જાય……..! અને ચા ના ફાયદા-ગેરફાયદા ની રામાયણ મા તો પાંચમું વિશ્વયુદ્ધ પણ થઇ શકે જ્યાં સુધી મિજાજ છે…..લડવાની તાકાત છે…….ઝનુન છે…..વરસાદી વાતાવરણ છે……અને જીવન છે ત્યાં સુધી- લોકો માટે રુધિર ની સાથે ચા પણ એમના શરીર મા દોડતી રહેશે.
સર્વોત્તમ ચા ની શોધમાં મનુષ્ય એ દરિયા ઢંઢોળી નાખ્યા છે…..પૃથ્વી ના એક છેડા થી બીજા છેડા સુધી સફર કરી છે……અને ચા વેચી ને લોકો કરોડપતિ પણ બન્યા છે…….! જે હોય તે……પણ ચા પી ને – ચા ના રસિયા ઓ મન થી ” અબજપતિ” જરૂર બન્યા છે……!જોવા જઈએ તો ચા આપણા દેશનું અઘોષિત રાષ્ટ્રીય પીણું છે.
વર્ષોના વિયોગ પછી આજે પણ તું યાદ છે
તારા વિનાની મારી ચા આજે પણ અપવાદ છે.