હાલ દેશમાં લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે આ સમયનો સદઉપયોગ કરીને તમે તમારી સ્કિનને નિખારી શકો છો અને હેલ્ધી બનાવી શકો છો. સ્કિનને લઈને કેટલીક નાની-નાની ટિપ્સ અપનાવવાથી સ્કિનને સાઈની અને સોફ્ટ રાખી શકાય છે. જે લોકો નહાવા માટે કે મોઢું ધોવા માટે સાબુનો ઉપયોગ કરે છે તેમની સ્કિનને ખૂબ જ નુકસાન થાય છે. તો સાબુની જગ્યાએ આ ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરો.
શાવર જેલ
સાબુની તુલનામાં શાવર જેલ સોફ્ટ અને માઈલ્ડ હોય છે. બહુ બધાં શાવર જેલ એવા હોય છે જેમાં મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ્સ પણ હોય છે. જે સ્કિનને ડ્રાય થતાં રોકે છે જ્યારે સાબુથી સ્કિન વધુ ડ્રાય બને છે.
બેસન અને દૂધનું ઉબટન
સપ્તાહમાં 1-2 વાર શરીરની સફાઈ માટે સાબુની જગ્યાએ ઉબટનનો ઉપયોગ કરી શકો છો. તેના માટે બેસનમાં થોડું દૂધ મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવીને આખા શરીર પર લગાવી હળવા હાથે રબ કરો અને પછી સ્નાન કરી લો.
નહાયા પહેલાં માલિશ
ડ્રાય સ્કિનની સમસ્યાથી બચવા માટે માલિશ પણ બેસ્ટ ઓપ્શન છે. નહાયાના 30 મિનિટ પહેલાં નારિયેળ તેલ, ઓલિવ ઓઈલ અથવા બદામના તેલથી માલિશ કરો. તેનાથી સ્કિન સોફ્ટ અને શાઈની બનશે.
દૂધનો ઉપયોગ
દૂધમાં મોઈશ્ચરાઈઝિંગ પ્રોપર્ટી હોય છે. તેનાથી સ્કિન સોફ્ટ અને ગોરી બને છે. જેથી એક વાટકીમાં દૂધ લઈ કોટનથી શરીર પર લગાવો અને પછી સ્નાન કરી લો.