મિત્રો સાઉથ ઇન્ડિયન ડીસ જયારે ઘરે બનાવતા હોઈએ છીએ ત્યારે સાંભાર બનાવવો પણ જરૂરી હોય છે પણ જો આ સાંભારમાં જરૂરી મસાલો ના હોય તો તેનો સ્વાદ આવતો નથી. માટે સાંભારનો મસાલો ઘરે હોવો જરૂરી છે પણ જો આ સાંભારનો મસાલો જો ઘરે જ બનાવીએ તો મજા પડી જાય. તો આજે અમે તમને રેસીપી નહિ પણ સાંભાર નો મસાલો કેવી રીતે બનાવાય તે શીખવીશું. તો ચાલો જાણીએ સાંભાર મસાલો બનાવવાની રીત.
સામગ્રીઃ
- ચણા દાળ – ½ કપ
- તુવેર દાળ – ½ કપ
- અળદ દાળ – 4 ચમચી
- ચોખા – 2 નાની ચમચી
- આખા ધાણા – 1 કપ
- મેથી 2 ચમચી
- રાઈ – 2 ચમચા
- જીરું – 3 ચમચા
- કાળાં મરી 1 ચમચી
- 5-6 સૂકાં લાલ મરચાં
- હળદર પાવડર 1 ચમચી
- હીંગ 1 નાની ચમચી
- સૂકાં કઢી પત્તાં – ¼ કપ
- મોટી એલચી-4
- લવિંગ 2-3
- તજ 2-3 ટુકડા
રીતઃ
હળદર બાજુએ રાખીને બધાં મસાલાને મધ્યમ આંચે શેકી લો,
શેકી ગયેલા મસાલાને ઠંડા થાય એટલે મિક્સરમાં બારીક પીસી લો.
ત્યારબાદ હળદર એમાં મેળવી લો.
હવે આ મસાલાને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો.
ધ્યાન આપવા જેવી બાબત: ( મિત્રો જો તમે પણ રસોઈ બનાવવાના શોખીન છો. અને તમારી બનાવેલી વાનગી બીજાને શીખવવા માંગો છો તો તમારી પોતાની રેસિપી અમને મોકલવા માટે નીચે આપેલી લિંક પર જઈ ને તમારૂ ફોર્મ ભરો અને અમને મોકલો.અમે તમારી રેસિપિ તમારા ફોટા સહીત અમારી વેબસાઈટ પર મુકીશું. અને વધુ જાણકારી માટે તમે અમેન ફેસબુક પર મેસેજ કરી શકો છો.)
Submit Recipe: https://www.gujjumedia.in/submit-recipe