મોટાભાગના લોકો ખાસ કરીને પ્રોટીન માટે નોનવેજ ફૂડ્સ વધુ ખાતાં હોય છે. નોનવેજ ખાતાં લોકો માને છે કે તેનાથી જ શરીરને શક્તિ મળે છે અને બોડી હેલ્ધી રહે છે. પણ કેટલાક વેજિટેરિયન પણ એવા ફૂડ્સ છે જેમાં નોનવેજ કરતાં વધુ ફાયબર, કેલ્શિયમ અને આયર્ન હોય છે. ચાલો જાણીએ એવા ફૂડ્સ વિશે.
બદામ
નોનવેજમાં પ્રોટીન સિવાય ફાયબર, કેલ્શિયમ અને આયર્ન પણ સારી માત્રામાં હોય છે. આ જ કારણથી ડોક્ટર બોડીમાં પોષક તત્વોની કમીને દૂર કરવા માટે ચિકન અને મટન ખાવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે બદામ હાઈ પ્રોટીન હોવાની સાથે આ એક બેસ્ટ વેજિટેરિયન સુપરફૂડ છે. 1 બાઉલ બદામમાં 3.7 મિગ્રા આયર્ન, 12 ગ્રામ ફાયબર, 264 મિગ્રા કેલ્શિયમ હોય છે. જે રોસ્ટેડ ચિકન અને મટન કરતાં વધારે હેલ્ધી છે.
સોયાબીન
તમને જાણીને હેરાની થશે કે 1 કપ કાચાં ચિકનમાં 43.13 ગ્રામ પ્રોટીમ હોય છે જ્યારે 1 કપ સોયાબીનમાં 68 ગ્રામ પ્રોટીન હોય છે. આ સિવાય ચિકનની તુલનામાં સોયાબીનમાં અન્ય પોષક તત્વો પણ વધારે હોય છે.
ખસખસ
મટનમાં ડાયટરી ફાયબર બિલ્કુલ નથી હોતું ત્યાં 1 કપ ખસખસમાં લગભર 19.5 ગ્રામ ડાયટરી ફાયબર હોય છે. ખસખસને ડાયટમાં સામેલ કરીને શરીરમાં ફાયબરની કમીને દૂર કરી શકાય છે.
અળસીના બીજ
જો તમે વેજિટેરિયન છો અને આયર્નની કમીથી પરેશાન છો તો આજથી જ રોજ ડાયટમાં 2 ચમચી અળસીના બીજ ખાવાનું શરૂ કરી દો. 1 કપ અળસીના બીજમાં 9.6 મિગ્રા આયર્ન હોય છે. જ્યારે 1 કપ મટનમાં માત્ર 1.6 મિગ્રા આયર્ન હોય છે.