લોકડાઉનમાં શાકભાજીના હોય તો ચિંતા કરવાની જરૂર નથી,શાકભાજીનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી રેસિપી બનાવી શકો છો,એ છે બટેકાના પુડલા,જેને તમે નાસ્તા કે જમવામાં લઇ શકો છો.છીણેલા બટેટા માંથી બનતા આ પુડલા ખૂબ જ સરળ છે અને ઇન્સ્ટન્ટ છે.અને બાળકો થઇ લઇ મોટા દરેકને ખૂબ પસંદ આવશે.
સામગ્રી
- 4 નંગ મોટા બટેટા
- 2 ચમચી તીખા લીલા મરચા
- 1 ચમચી જીરા નો ભૂકો
- 1/2 ચમચી મરી નો ભૂકો
- 1/4 વાડકો બારીક સમારેલી ડુંગળી
- સ્વાદઅનુસાર મીઠું
- 2 મોટા ચમચા ચણા નો લોટ
- 2 મોટા ચમચા કોર્નફ્લોર/ચોખાનો લોટ
- શેકવા માટે તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ બટેટા ની છાલ ઉતારી સરસ ધોઈ લો.જીણી ખમણી ની મદદ થી એકસરખું ખમણી લો. ખમણી ને પાણી માં પલાળો. 5 થી 7 મિનિટ માટે પલાળવું. ત્યારબાદ હાથ થી સરસ રીતે નીચોવી ને બીજા બાઉલ માં છીણ લઇ લો.
બટેટા માં પાણી નો ભાગ ના રહે એ વાત નું ધ્યાન રાખવું નહીં તો લોટ વધારે ઉમેરવો પડશે. બાઉલ માં બેય લોટ , લીલા મરચા, ડુંગળી , જીરા નો ભૂકો , મરી નો ભૂકો અને મીઠું બધું ભેગું કરો.
ધીરે ધીરે બટેટા માંથી જ પાણી છૂટશે અને બેટર બની જશે. 5 મીનીટ માટે રહેવા દો. જો બહુ ઢીલું લગે તો 1 ચમચી લોટ ઉમેરવો.
નોનસ્ટિક નો તવો ગરમ કરો. ચમચા ની મદદ થી બેટર ને તવા પર પાથરો. શક્ય હોય એટલું પાતળું પાથરવાની ટ્રાય કરવી. ગેસ ની આંચ ધીમી થી મધ્યમ રાખવી.
પુડલા ની કિનારી પર થોડા ટીપા તેલ રેડો અને ઢાંકી દો . મધ્યમ આંચ પર કડક થવા દો. કડક થાય એટલે ઉથલાવો અને ફરી શેકો.