ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. નહીંતર ચહેરા પરની સુંદરતા બગડી શકે છે. પરંતુ ઘણી વખત યોગ્ય સ્કીન રૂટીન અપનાવવા છતાં ચહેરા પર ખીલ થાય છે. આનો અર્થ એ છે કે આપણે ક્યાંકને ક્યાંક ભૂલો કરી રહ્યા છીએ જેના કારણે ખીલ થાય છે. ચાલો જાણીએ કે ભૂલ ક્યાં થઈ રહી છે અને કેવી રીતે ખીલમાંથી મુક્તિ મેળવવી.
ખોટા સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ
સ્કિન પ્રોડક્ટ્સ લગાવતા પહેલા એ જાણવું જરૂરી છે કે તમારી સ્કિન ઓઇલી, ડ્રાય કે નોર્મલ છે. જો તમે સ્કિનના હિસાબે ખોટી પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો તમે ત્વચાને નુકસાન પહોંચાડી રહ્યા છો અને તેમાંથી ખીલ થવા લાગે છે.
હાર્મફૂલ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ
મેકઅપ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે ચહેરાની સુંદરતામાં વધારો કરે છે પરંતુ મેકઅપની ઘણી એવી પ્રોડક્ટ્સ છે જેમાં કેમિકલનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ સિવાય લાંબા સમય સુધી મેકઅપ લગાવી રાખવાથી ચહેરાને ઓક્સિજન મળતો નથી અને ખીલ થાય છે.
ફક્ત વાઇપ્સનો ઉપયોગ કરીને મેકઅપ હટાવવો
એવું નથી કે મેકઅપ દૂર કરવા માટે વાઇપ્સનો ઉપયોગ કરવો ખોટો છે. પરંતુ તેનો ઉપયોગ કર્યા પછી ફેસ વોશ પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ચહેરા પરના તમામ પ્રકારના કેમિકલ દૂર થઈ જાય છે.
ચહેરા પર ખોટું ક્લીનઝર લગાવવું
યોગ્ય ક્લીનઝરની પસંદગી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો ચહેરાની ત્વચાને નુકસાન થઈ શકે છે. તમારે ફોમવાળા ક્લીન્સરનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ ત્વચાને એક્સ્ફોલિએટ કરવા માટે ક્લીનઝરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આમ કરવાથી ત્વચા ફાટવા લાગે છે. જો તમે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માંગતા હો, તો ફક્ત વોટર બેસ્ડ ક્લીનઝર જ લગાવો.