બેસનના લાડુ. મેથીના લાડુ, રવાના લાડુ, વગેરે આપણે ઘરે બનાવતા હોઈએ છીએ. પણ આજે કઈક નવું બનાવો. કેમેકે આજે અમે તમને સીંગદાણાના લાડુ બનાવવાની રીત શીખવીશું. તો ચાલો માણીએ…
જરૂરી સામગ્રી:
- ૫૦૦ ગ્રામ સેકેલા સીંગદાણા
- 200 ગ્રામ ગોળ
- 50 ગ્રામ ચોખ્ખું ઘી
- વાટેલી ઈલાયચીનો પાવડર બે ચમચી
- કાજુ-બદામ કતરેલા અડધો કપ
- કિશમિશ 50 ગ્રામ
બનાવવાની રીત:
સૌ પ્રથમ સીંગદાણાને છોલી નાંખવા.
મિક્સરમાં સીંગદાણા, ઝીણો સમારેલો ગોળ, ઈલાયચી પાવડર, કાજુ-બદામ ક્રશ કરવું.
વધુ ઝીણુ નહીં થોડું કરકરું રાખવું.
એક થાળીમાં કાઢી લેવું. તેમાં કિશમિશ અને ઘી સાઘારણ ગરમ કરીને નાખવુ.
મિશ્રણને હાથ વળે સારી રીતે મિક્સ કરી નાના-નાના લાડુ વાળવા.
આમાં ખજૂરના કટકા, સેકેલા શિંગોડાનો લોટ, સૂંઠ અને તલ કોપરું પણ નાંખી શકાય