ઘણી વાર લગ્નમાં જતા પહેલાં તૈયાર થવામાં સમય લાગે છે, આમ છતાં પણ પરફેક્ટ લુક નથી લાગતો. આ પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે. જેમ કે, સાડીમાં ઘણી સેફ્ટી પિન ભરાવીએ છીએ, તો હાઇ હીલ્સ પહેરવાથી ચાલવુું મુશ્કેલ થઇ જાય છે. ઘણી વાર મેકઅપનાં લેયર ચહેરા પર દેખાય છે? ફેશન ડિઝાઇનર ભાવના જિંદાલ કેટલીક ડ્રેસિંગ ટિપ્સ અને આઇડિયા આપી રહી છે, જે તમે તમારા માટે ડ્રેસ અને મેકઅપ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખી શકો છો.
લગ્નમાં જતા સમયે ઘણા લોકો લો બેક અથવા કટ સ્લીવ બ્લાઉઝ પહેરો છો, તો ધ્યાનમાં રાખો કે તમારી બ્રા સ્ટ્રીપ બ્લાઉઝમાંથી બહાર દેખાતી તો નથી. આ સિવાય સાડીમાં ઘણી સેફ્ટી પિન પણ લગાવવાથી બચો. આ માટે તમે પેડેડ બ્લાઉઝ પણ પહેરી શકો છો. સાડી માટે એવા ફેબ્રિકની પસંદગી કરો કે જેમાં વધુ પિનની જરૂર ન પડે. આ સિવાય સાડી પહેરવામાં સમસ્યા હોય તો તેને એક્સપર્ટ પાસેથી પણ સલાહ લઇ શકો છો.
લગ્નમાં હાઇ હીલ્સ પહેરીને ઘણી તકલીફ પડે છે અને ડાન્સ કરવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે હિલ્સ ઉતારવાની પણ નોબત આવી શકે છે. આ માટે જરૂરી છે કે, તમે તમારા માટે કમ્ફર્ટેબલ હોય તેવા જ ફૂટવેરની પસંદગી કરો. તો બની શકે કે, તમે લાંબા સમય સુધી હિલ્સ પહેરવાથી તમન ચાલવામાં મુશ્કેલી પડે અને પગમાં દુખાવો થવાની પણ સંભાવના રહે છે. ફૂટવેરની પસંદગી કરતા સમયે ધ્યાન રાખો કે તે આરામદાયક છે કે નહીં. ફંકશન અને લગ્નમાં વધુ સમય સુધી પહેરવા હોય તો ફ્લેટસની પસંદગી કરી શકો છો.
ટ્રેન્ડને ફોલો કરવી એક સારી વાત છે, પરંતુ તેના જેવી સ્ટાઇલ કરવાનું ટાળો. તમારા લુક અનુસાર દેખાવને સ્ટાઇલ કરવાનો પ્રયાસ કરો. કયારેક એવું બની શકે કે, તમે ટ્રેન્ડને ફોલો કરવામાં લોકોથી અલગ દેખાઇ શકો છો. તમારો લુક અન્ય લોકોથી અલગ રાખવા માટે ડ્રેસને અલગ રીતે ડિઝાઇન કરો. તમે ઇચ્છો તો વોર્ડરોબની બેસ્ટ સાડીને સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે પહેરી શકો છો.
ગ્લોસી મેકઅપ અને ગ્લિટરીંગ મેકઅપ કરવાને બદલે સિંમ્પલ લુકને મહત્વ પણ આપી શકો છો. મેકઅપ બેગમાં રાખેલી બધી પ્રોડકટનો ઉપયોગ કરવાની બદલે ન્યુડ મેકઅપની પસંદગી કરી શકો છો. ડાર્ક લિપસ્ટિકની બદલે અલગ શેડની લિપસ્ટિક પસંદ કરી શકો છો. આ મેકઅપ બધા જ આઉટફીટ સાથે સારો લાગે છે.