ભૂખ લાગે એટલે સૌથી પહેલાં તો જડપથી કઈ વાનગી બનશે એ વિચારવું પડે. તેમજ ઘણી બધી વાનગીઓ જડપથી બનતી જ હોય છે. પણ ઘણાને રોજ નવી નવી વાનગીનો સ્વાદ માણવાનો શોખ હોય છે. પણ જો આમાં કોર્ન એટલે કે મકાઈ યાદ આવે પછી એ પોપ કોર્ન હોય કે મકાઈનો ભૂટો, એ જો મળી જાય તો મજા પડી જાય. તો આજે અમે તમને આવીજ મકાઈ ની વાનગી બનવતા શીખવીશું. જેનું નામ છે પનીર-કોર્ન રોલ.
સામગ્રીઃ
- ૧ કપ છીણેલું પનીર,
- ૧/૨ કપ મકાઈનાં બાફેલાં દાણા,
- ૭-૮ બ્રેડ સ્લાઈસ,
- ૨ ઝીણાં સમારેલાં કાંદા,
- ૨-૩ ઝીણાં સમારેલાં લીલાં મરચાં,
- ૧ ટી.સ્પૂન આદુ-લસણની પેસ્ટ,
- ૧/૨ ટી.સ્પૂન મરી પાવડર,
- ૨ ટે.સ્પૂન લીંબુનો રસ,
- ૩ ટે.સ્પૂન કોર્ન ફ્લોર,
- ૧ ટે.સ્પૂન ટોમેટો સોસ,
- ૧ ટે.સ્પૂન ખમણેલું ચીઝ,
- મીઠું સ્વાદ પ્રમાણે,
- રોલ તળવા માટે તેલ
રીતઃ
- એક પેનમાં તેલ ગરમ કરી મધ્યમ આંચે કાંદા, આદુ-લસણની પેસ્ટ તેમજ લીલાં મરચાં નાખીને 2-3 મિનિટ સુધી સાંતડી લો.
- ત્યારબાદ એમાં સોસ, લીંબુ, મીઠું, ચીઝ, પનીર તેમજ મકાઈ ઉમેરીને મિક્સ કરીને ગેસ પરથી ઉતારીને ઠંડું કરવા મૂકી દો.
- એક નાના બાઉલમાં કોર્ન ફ્લોર તેમજ મીઠું નાખીને થોડું પાણી ઉમેરીને ખીરૂં બનાવી લો.
- બ્રેડ સ્લાઈસની કિનારી કટ કરીને વેલણથી વણી લો.
- એક એક બ્રેડ લેતાં જાવ અને દરેકમાં મિશ્રણ ભરીને રોલ વાળી લો.
- આ રોલને કોર્ન ફ્લોરના ખીરાંમાં પલાળીને તેલમાં ગોલ્ડન ક્રિસ્પી તળી લો.
હવે પનીર-કોર્ન રોલને ગ્રીન ચટણી અથવા સોસ સાથે પીરસો.