આ સપ્તાહમાં એક સમાચાર એવા આવ્યા હતા કે, 5 રૂપિયામાં વેચાનાર પારલે-જી બિસ્કીટના વેચાણમાં રેકોર્ડ બ્રેક તેજી આવી છે. વેચાણના મામલામાં તેણે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પરંતુ હવે બિસ્કીટ બાદ મેગી સામે આવી છે. મેગી નૂડલ્સનુ પણ જબરદસ્ત વેચાણ થયું છે. તેના વેચાણમાં 25 ટકાની તેજી આવી છે.
દેશમાં 25 માર્ચના રોજ લોકડાઉન લાગુ થયું હતું, જે બે મહિનાથી વધુ સમય ચાલ્યું હતું. 1 જૂનથી અનલોક 1ની શરૂઆત થઈ. 8 જૂનથી હોટલ અને રેસ્ટોરન્ટ્સ ખૂલવાની છૂટછાટ મળી હતી. લાખો લોકો એવા છે, જેઓને બહારનું ખાવાનું પસંદ છે. પરંતુ બે મહિનાથી બધુ જ બંધ હતું. આવામાં એકમાત્ર ઈઝી ઓપ્શન મેગી બની હતી. તેથી મેગીનું જબરદસ્ત વેચાણ થયું છે.
નેસ્લે ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણે જણાવ્યું કે, લોકડાઉનની વચ્ચે કંપનીએ પોતાના પાંચેય કારખાનામાં મેગીનું ઉત્પાદન તેજીથી કરવુ પડ્યું હતું. નેસ્લેનો વાર્ષિક કારોબાર અંદાજે 12 હજાર કરોડ રૂપિયાનો છે. ત્યારે આશા છે કે આ વર્ષે પણ તેમાં તેજી આવે.