દરેક ના ઘરમાં શાક, ભાત, દાળ, રોટલી બનતી હોય છે, જ્યારે પણ આમાંથી કોઈક વસ્તુ વધતી હોય છે તો એમાંથી બીજું શું બનાવી શકાય એની ચિંતા હોય છે. અથવા તો આપણે કોઈને આપી દેતા હોઈએ છીએ. પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે રાતની વધીલી રોટલીના પણ ગુલાબજાંબુ બનાવી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખરેખર રાતની વધેલી રોટલીના ગુલાબજાંબુ શકાય. તો એનો જવાબ છે, હા. આ ગુલાબજાંબુ ખાવામાં પણ સ્વાદીસ્ટ હોય છે. તો ચાલો જાણીએ રાતની વધેલી રોટલીના ગુલાબજાંબુ બનાવવાની રીત.
સામગ્રી:
- રાત્રે વધેલી રોટલી
- એલચી ( જરૂરિયાત પ્રમાણે )
- દૂધ ( જરૂરિયાત પ્રમાણે )
- ઘી ( જરૂરિયાત પ્રમાણે )
- તેલ ( જરૂરિયાત પ્રમાણે )
- ચાસણી
બનાવવાની રીત:
સૌ પ્રથમ રાત્રે વધેલી રોટલી તવામાં ક્રિસ્પી થાય પણ બળે નહીં એ રીતે શેકી લો.
આ રોટલી થોડી ઠંડી થાય એટલે એના નાનાં ટુકડા કરી લો. અને તેને મિક્સરમાં પિસી લો.
આ રોટલીના પાવડરમાં થોડો એલચીનો પાવડર ઉમેરી દૂધ વડે લોટ બાંધી લો. (થોડું થોડું દુધ ઉમેરતાં જાવ અને લોટ બાંધતા જાવ).
હવે લોટ બંધાઈ જાય એટલે થોડું ઘી લગાડી લોટને લીસો કરી લો. હવે લોટના ગોળ અથવા લંબગોળ ગોળા વાળી લો.
હવે આ ગોળાને ઘીમાં મધ્યમ આંચે તળી લો.
હવે ખાંડની ચાસણી બનાવી લો. આ ચાસણી બનાવતી વખતે એમાં થોડો એલચીનો પાવડર ઉમેરવો.
તળેલા ગુલાબજાંબુ ઠંડા થાય ત્યારબાદ તેને ચાસણીમાં નાખીને એક કલાક સુધી રહેવા દો.
( મિત્રો જો તમે પણ રસોઈ બનાવવાના શોખીન છો. અને તમારી બનાવેલી વાનગી બીજાને શીખવવા માંગો છો તો તમારી પોતાની રેસિપી અમને મોકલવા માટે નીચે આપેલી લિંક પર જઈ ને તમારૂ ફોર્મ ભરો અને અમને મોકલો.અમે તમારી રેસિપિ તમારા ફોટા સહીત અમારી વેબસાઈટ પર મુકીશું. અને વધુ જાણકારી માટે તમે અમેન ફેસબુક પર મેસેજ કરી શકો છો.)
Submit Recipe: https://www.gujjumedia.in/submit-recipe