ભારતીય ટીવી જગતમાં ઈન્ડિયન આઈડલને ગાયકીની દુનિયાનો સૌથી લોકપ્રિય અને લોકોચર્ચીત શો માનવામાં આવે છે. આ ગાયન શોએ ઘણા ગાયકોને ઘણી ઓળખ આપી છે. ખાસ કરીને તેના વિજેતાઓએ મોટું નામ કમાવ્યું છે. એ જ રીતે ઈન્ડિયન આઈડલે પવનદીપ રાજનને પણ ટોચ પર લઈ લીધો છે. પવનદીપ રાજને તેની છેલ્લી સિઝન એટલે કે ઈન્ડિયન આઈડલ 12 જીતી હતી.
પવનદીપ રાજન માટે ઈન્ડિયન આઈડલ 12 ના વિજેતા બનવું ખૂબ જ ખાસ હતું કારણ કે, તેનાથી તેની લોકપ્રિયતા અને સંપત્તિ બંનેમાં ખૂબ જ વધારો થયો છે. પવનદીપ રાજન ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાનો રહેવાસી છે. ઈન્ડિયન આઈડલ 12 ના વિજેતા બનવાની સાથે જ તેમણે ચંપાવતનું નામ આખા દેશભરમાં રોશન કર્યું હતું.
15 ઓગસ્ટ 2021ના રોજ પવનદીપ રાજને તેમને હરીફો અરુણિતા કાંજીલાલ, સાયલી કાંબલે, નિહાલ તોરો, મોહમ્મદ દાનિશ અને સન્મુખપ્રિયાને હરાવીને ઈન્ડિયન આઈડલ 12 ટ્રોફી જીતી હતી. તેમણે માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર દુનિયાભરમાં નામ કમાવ્યું છે. પવનદીપે પોતાના સુરીલા અવાજથી સૌના દિલ જીતી લીધા હતા.
ઈન્ડિયન આઈડલનો વિજેતા બનવા પર પવનદીપને માત્ર ચમકતી ટ્રોફી જ નહીં, પણ તેમણે 25 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ આપવામાં આવી હતી. તે જ સમયે પવનદીપને મારુતિ સ્વિફ્ટ કાર ભેટમાં આપવામાં આવી હતી. પવનદીપે ઈન્ડિયન આઈડલ પહેલા ઘણા અન્ય રિયાલિટી શોમાં ભાગ લીધો છે.
ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા બન્યા પછી પવનદીપની લોકપ્રિયતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. તેમની સંપત્તિ વિશે વાત કરીએ તો, પવનદીપ રાજનની કુલ સંપત્તિ $1 મિલિયનથી $2 મિલિયનની વચ્ચે છે. તેમની પાસે Mahindra XUV 500 જેવી લક્ઝરી કાર પણ છે. પવનદીપ લક્ઝરી લાઈફ જીવે છે અને તે દર મહિને 10 થી 20 લાખ રૂપિયા કમાય છે.
ઈન્ડિયન આઈડલમાં ભાગ લેતા પહેલા પવને ઘણી મરાઠી અને પહાડી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ગાયક હોવા ઉપરાંત તે સંગીતકાર અને સંગીત નિર્દેશક પણ છે. તેમણે અત્યાર સુધી દેશ-વિદેશમાં હજારો શો કર્યા છે. તેમણે ભારતના 14 રાજ્યો અને વિશ્વના 13 દેશોમાં લગભગ 1200 શો કર્યા છે.
ઈન્ડિયન આઈડલ 12 જીત્યા પછી પવનદીપે વિદેશમાં પણ ઘણા શો કર્યા છે. તેમને જોવા માટે લોકોની ભારે ભીડ આવી પડે છે.
પવનદીપ રાજન મનથી સંગીત સાથે જોડાયેલા છે. ગાયન સાથે, તે પિયાનોથી લઈને ઢોલક, ડ્રમ્સ, કીબોર્ડ અને ગિટાર સુધીના ઘણા વાદ્યો પણ વગાડે છે.