ભારતમાં ખજૂર સહેલાઈથી મળી જાય છે. ખજુરના ફળ ૧ થી દોઢ ઈંચ લાંબા, અંડાકાર અને ઘાટા લાલ રંગના હોય છે. જો ખજૂરના ફાયદાઓ જોવા જઈએ તો શરીરમાંથી થાક અને ચક્કર દૂર કરે છે. શરીરમાં લોહી સંચારની ક્રિયા મજબૂત થાય છે તેમજ શરદી, ખાંસી અને તાવમાં બચાવ કરે છે. તો આજે આપડે જોઈશું ખજૂરની રેસીપી. તો ચાલો જોઇએ…
જરૂરી સામગ્રી:
૧૦૦ ગ્રામ ખજૂર
૨ ચમચી ઘી
૧૦૦ મીલી દૂધ
૧ બાઉલ સૂકો મેવો (કાજૂ, બદામ, પિસ્તા)
વરખ – જરૂરિયાત મુજબ
બનાવવાની રીત:
સૌપ્રથમ તો ખજૂરને સુધારી લો.
હવે એક મિક્સર મા થોડું દૂધ ઉમેરીને મીકસરમાં ક્રશ કરી લો.
હવે એક નોનસ્ટિક કડાઈ લો તેમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને સાંતળવુ.
આ પછી તમે તેમા સૂકો મેવો પણ ઉમેરી શકો છો. હવે તે ઘટ્ટ થાય પછી તેમાં ઘી ઉમેરીને ઠારી દેવું.
થોડું ઠંડુ પડે એટલે તેની ઉપર વરખ લગાવીને કટ કરી લેવું.
ત્યાર બાદ એરટાઈટ ડબ્બામાં ભરી લેવુ. તો લો હવે તૈયાર છે તમારી હેલ્ધી અને ટેસ્ટી ખજૂર પાક…