શું તમને વરસાદની ઋતુ ગમે છે? મને તો ખૂબ જ ગમે છે, તેથી હું દર વર્ષે તેની રાહ જોઉં છું. ચોમાસાના આગમન સાથે જ નક્કી થઈ જાય છે કે, ફરવા ક્યાં જશું? શું ખાશું? આ બધી વસ્તુઓની તૈયારી હું મારા મિત્રો સાથે કરું છું. તમે પણ કંઇક આવું જ કરતા હશો, પરંતુ આ સાથે જ એવી ઘણી તૈયારીઓ પણ હોય છે જે વરસાદ આવતાં પહેલાં લોકો ઘણીવાર કરવાનું ભૂલી જતા હોય છે. તો ચાલો આજે તમારા ઘરનો પ્રવાસ કરીને જાણીએ કે, ચોમાસાના આગમન પહેલાં ક્યાં અને કેટલી તૈયારીઓની જરૂર છે?
બગીચા પછી ઘરની બહાર આ રીતે રાખો સાર-સંભાળ
- ઘરની આસપાસની જગ્યાઓ અને ગટર સાફ રાખો, જેથી ત્યાં કચરો કે પાણીનો ભરાવો ના થાય નહીં તો તેમાં મચ્છરોનો ભરાવો થવા લાગશે.
- જો ઘરની છત કે બહારની દિવાલો પર તિરાડ હોય તો તેને ભરી દો.
- ઘરની બહારની દિવાલો પર વોટરપ્રૂફ પેઇન્ટ લગાવો.
- છત પર કચરો એકઠો ના કરો, તેનાથી પાણીનો ભરાવો થાય ત્યાં મચ્છરોના સંવર્ધનનું જોખમ વધુ રહેશે.
હવે આપણે ઘરની અંદર જઈએ
- સૌથી પહેલાં જૂતાના રેકને વરંડા કે પરસાળમાં મુકો. આમ, કરવાથી તમે માટી અને પાણીથી ઘરને ગંદુ થતાં બચાવી શકશો.
- જો જગ્યા હોય તો ઘરની બહાર રેઇનકોટ અને છત્રી સૂકવવાની વ્યવસ્થા કરો.
- ઘરના તમામ રૂમ અને હોલમાંથી કાર્પેટ કાઢી લો. વરસાદમાં તમે કાર્પેટને બદલે વાંસ કે રબરની સાદડીનો ઉપયોગ કરી શકો છો. તે સરળતાથી પાણીને શોષી લે છે અને ભેજને કારણે બગડતા નથી.
ચોમાસા માટે તમારા ઘરને આ રીતે કરો તૈયાર
- આ ઋતુમાં જીવજંતુઓ વધુ રહે છે, તેથી વરસાદ પહેલાં ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરાવી લો.
- ઘરમાં ક્રોસ-વેન્ટિલેશન સુનિશ્ચિત કરો, જેથી તાજી હવા આવે અને જઈ શકે.
- ઘણાં લોકો ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ લગાવે છે, ચોમાસામાં તેને રૂમની બહાર રાખો.
- જો ઘરની અંદરની દિવાલોમાં વધુ સીલિંગ અને ભેજ હોય તો ટાઇલ્સ લગાવી શકાય છે.
- બેડરૂમમાં સીલિંગની ગંધથી છુટકારો મેળવવા માટે તમે એરોમા ઓઇલ કેન્ડલની વ્યવસ્થા કરી શકો છો.
- ઘરમાં રંગરોગાન કરવાનું હોય તો ચોમાસા પહેલા કરી લો, જેથી દીવાલો સરળતાથી સૂકાઈ જાય અને સીલિંગનો ભય ના રહે.
-
રસોડાનું ધ્યાન રાખવું સૌથી મહત્વપૂર્ણ છે
- ચોમાસા પહેલાં કિચન સ્ટોરને સાફ કરી લો.
- ભેજને કારણે નુકસાન પામેલી વસ્તુઓ જેમકે મીઠું, ગોળ કે ખાંડને એર ટાઇટ ડબ્બામાં ભરી રાખો.
- ખાંડના ડબ્બામાં કીડીઓ ના ઘુસે તે માટે ડબ્બામાં 4-5 લવિંગ નાખો.
વરસાદમાં ફર્નિચરની સાર-સંભાળ રાખવાના ઉપાય
- ઘરનું ફ્લોરિંગ લાકડાનું હોય છે, તેથી ચોમાસામાં તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. દરરોજ તેને સુકાં કપડાથી સાફ કરો તેમજ વરસાદનું પાણી તેના સુધી ના પહોંચે તેનું ધ્યાન રાખવું.
- ભેજ દૂર કરવા માટે તમારા કપડાં અને ડ્રોઅરમાં સિલિકા જેલ મૂકો. તે બજારમાં સરળતાથી મળી જાય છે.
- લોખંડના ફર્નિચરને કાટથી બચાવવા માટે તેને અગાઉથી પેઇન્ટ કરો.
- લાકડાના ફર્નિચર પર વેક્સ પોલિશ કરો અને તેમને ભીંજાતા અટકાવો.
- ચામડાની સોફા-ખુરશીઓને ફૂગથી બચાવવા માટે તેને દરરોજ સૂકાં કપડાથી સાફ કરો.
વરસાદમાં કપડાનું ધ્યાન આ રીતે ધ્યાન રાખો
- કપડાંને કબાટમાં મુકતાં પહેલાં તેને તડકામાં સારી રીતે સુકવી લો, જેથી ભેજના કારણે તેમાંથી દુર્ગંધ ના આવે.
- પહેલાં કાગળને કબાટમાં મૂકો પછી તેની ઉપર કપડાં મૂકો, જેથી ભેજ તેમાં ના રહી જાય.
- કબાટમાં કપૂર કે નેપ્થાલિનની કેટલીક ગોળીઓ મૂકો. તે ભેજને શોષી લેશે અને તમારા કપડાંને સુરક્ષિત રાખશે.
- વરસાદના દિવસોમાં કબાટમાં સિલ્વરફિશ નામના નાના જીવ ઉદ્દભવી શકે છે, તેનાથી બચવા માટે લીમડાના કેટલાક પાન કબાટમાં રાખો.
- કપડાંની વચ્ચે થોડું લવિંગ રાખો. તે કપડાંને સિલ્વરફિશ નામના જીવ સામે રક્ષણ આપે છે.
- બહારથી આવતી વખતે ડાઘવાળાં કપડાંને તરત જ ધોઈ લો નહીંતર તેમના ડાઘ દૂર કરવા મુશ્કેલ બની જાય છે.
- કપડામાં કાટ લાગી ગયો હોય તો તેને ઓક્સાલિક એસિડથી ધોઈ લો. તેનાથી ડાઘ સરળતાથી દૂર થઈ જશે.
- વરસાદ પહેલાં સુટકેસ કે કબાટમાં બંધ કપડાંને એકવાર તડકામાં જરુર સૂકવો, જેથી તેમાં કોઈ ગંધ ના બેસે.
- વરસાદ શરૂ થાય તે પહેલાં પલંગ અને જાડાં પડદાને પણ તડકામાં સૂકવો.
- આ દિવસોમાં ઘરને મચ્છરોથી બચાવવું પણ મહત્વપૂર્ણ છે.