આપડે ઉપવાસ માં ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. અને આજે મેં પણ એક એક નવી વાનગી બનાવી છે, જેનું નામ છે સાબુદાણા ની ખીચડી. તમે ઘરે સાબુદાણા ની ખીચડી તો બનાવો જ છો, તો આજે બનાવો તેનાથી વધારે સરસ અને ટેસ્ટી સાબુદાણા ની ખીચડી. કેમકે થોડી વસ્તુ વધારે નાખશો તો બજાર જેવી સાબુદાણા ની ખીચડી બની જશે.
તૈયારી નો સમય: 5 મિનીટ
સર્વ: 2 વ્યક્તિ માટે
સામગ્રી:
- 2 કપ સાબુદાણા ની ખીચડી
- 1/2 કપ ફરારી ચેવડો
- 2 ચમચી શેકેલા શીંગદાણા નો અધકચરો ભુક્કો
- 3 ચમચા દાડમ ના દાણા
- 1/2 ચમચી લાલ મરચું
- કોથમીર સમારેલી
- 2 ચમચી આંબલી ની ચટણી
- 1 ચમચી લીંબુ નો રસ
બનાવવાની રીત:
Step 1 : એક મોટા વાટકામાં સાબુદાણા ની ખીચડી અને ફરારી ચેવડો ઉમેરો.
Step 2 : હવે શીંગદાણા નો અધકચરો ભુક્કો ઉમેરો જો તમને ના ભાવે તો ના નાખવો
Step 3 : હવે તેમાં 2 ચમચા દાડમ ના દાણા નાખો.
Step 4 : તેમાં લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી ને સારી રીતે મિક્સ કરી દો.
Step 5 : તેને સેર્વિંગ બોલ માં કાઢી તેમાં કોથમીર & દાડમ ના દાણા થી ગાર્નિશ કરો.
Step 6 : હવે તેમાં આંબલી ની ચટણી કે લીંબુ નો રસ જે તમને ભાવે તે નાખી ને સર્વે કરો.
Step 7 : તૈયાર છે બજાર જેવી સાબુદાણા ખીચડી ની ચાટ…
ફૂલ રેસીપી વીડિઓ:
હેલો મારુ નામ સીમા રાણીપા છે. ને હું એક ગૃહિણી છું ને મને નવી ને અવનવી વાનગીઓ બનાવી બહુ ગમે અને હું બધી વાનગીઓ બહુ સારી જ બનવું એવું પણ નથી પણ જમવા જેવું તો બનાવી લવ છું.. હા હા હા. આપણા બધા સાથે કંઈક આવુજ થતું હશે પણ હું મારા અનુભવ પરથી તમને કહીશ કે વાનગીમાં શું ધ્યાન રાખો તો તમારી વાનગી પહેલી વારમાં પણ સારી જ બનશે. તો જોતા રહો ને મારી વાનગી ને like share & Subscribe કરતા રહો. જય શ્રી ક્રિષ્ના……
Facebook Link : https://www.facebook.com/kitchcook