મુંબઇના બટેટા વડા અંગે તો સૌ કોઈ જાણે છે. અને આનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. અને તેને ખાવાનું પણ મન થયા કરે છે. આજે અમે તમારા માટે મુંબઇના સ્પેશ્યિલ બટેટા વડાની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે. તેમજ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ મુંબઇના બટેટા વડા.
જરૂરી સામગ્રી:
૪ નંગ – બટેટા
૧ કપ – ચણાનો લોટ
૩ નંગ – લીલા મરચા
૧ ટૂકડો – આદુ
૧ ચમચી – ચાટ મસાલો
૧ ચમચી – લાલ મરચું
૧ કપ – સમારેલી કોથમીર
૧/૨ ચમચી – અજમો
તળવા માટે – તેલ
સ્વાદનુસાર – મીઠું
બનાવવાની રીત:
સૌ પ્રથમ બાફેલા બટેટાને છોલી લો અને તેને મેશ કરીલો. હવે તેમા આદુ, મરચા, લાલ મરચું, ચાટ મસાલો, લીલી કોથમીર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે ચાણાના લોટમાં મીઠું, અજમો અને લાલ મરચું ઉમેરી મિક્સ કરો હવે તેમા ધીમે-ધીમે પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરી લો. તેને બરાબર ફેટી લો. તેમા ગાંઠ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવું.
ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરવા મુકો અને બટેટાના મિશ્રણના નાના બોલ્સ બનાવી લો.
હવે બટેટાના બોલ્સને ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેલમાં તળી લો. તે આછા બ્રાઉન રંગના થાય એટલે તેને બહાર નીકાળી લો.
તો તૈયાર છે ગરમા ગરમ બટેટા વડા.. અને તેને કેચઅપ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.