કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. તેમજ ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ અને શ્રાવણ મહિનામાં ઘણા બધાં વ્રત અને તહેવાર આવે છે. તો ઘરમાં બનતી ફરાળી વાનગી માં એક મીઠાઈ ટોપરા પાક બનાવવાની રેસીપી આજે નોંધી લો. તો ચાલો… આજે બહુ સરળ એવી ટોપરામાંથી બનતી વાનગી બનાવીએ.
સામગ્રી :
૨૫૦ ગ્રામ ટોપરાનું ઝીણું ખમણ..
૨૦૦ ગ્રામ ખાંડ
૧૦૦ ગ્રામ માવો
૫ એલચીનો પાઉડર
૪ ચમચી ઘી
કેવુ છીણ વાપરવુ:
તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય.
બનાવવાની રીત :
એક કડાઈમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ગેસ પર ધીમા તાપે મુકો.
માવાને ખમણી અને બાજુ પર રાખી દો .
ચમચાની મદદથી ચાસણી હલાવતા રહો .
એક તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દો .
તેમાં ખમણ કરેલો માવો નાંખો. પછી એકદમ મિલાવો .
હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે રાખો.
૨ મીનીટ પછી તેમાં ટોપરાનું ખમણ નાંખો .
ટોપરાનું ખમણ એકદમ મિલાવ્યા પછી તેમાં ગરમ ઘી ઉમેરો .
હવે ગેસ બંધ કરી દો.
છેલ્લે એલચીનો ભૂકો નાંખો.
આ મિશ્રણ ખૂબ જ જલ્દી ઘટ્ટ થઈ જાય છે એટલે તેને ફટાફટ ઘીથી ચીકણી કરેલી થાળીમાં પાથરી દો જેથી ચોસલા પાડતી વખતે કોપરા પાક નીચે ન ચોંટે.
જરા ઠરે એટલે ધીરજ પૂર્વક કાપા પડી દો.