દેશમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન લંબાઇ ગયું છે. અત્યારે પરિવારનાં તમામ લોકો આખો દિવસ ઘરમાં જ હોય છે એટલે તેમની નાની મોટી ભૂખને સંતોષવી મુશ્કેલ બની જાય છે. તો આજે આપણે બધા ફેવરેટ ખસ્તા કચોરી
Contents
સામગ્રી
- 250 ગ્રામ મગની દાળ
- 500 ગ્રામ મેંદો અથવા ઘઉંનો લોટ
- મીઠું, ઘી – પ્રમાણસર
સુકો મસાલો –
તજ, લવિંગ, એલચી, મરી, વરિયાળી, ધાણાજીરું અને 2 સૂકાં લાલ મરચાંને થોડા તેલમાં શેકી, ખાંડી કે મિક્સરમાં ક્રશ કરીને આનો મસાલો બનાવવો. તેમાં 1 ચમચી આમચૂર પાઉડર, 1 ચમચી શેકેલા તલ અને 1 ચમચી શેકેલી ખસખસ નાંખવી.લીલો મસાલો – 25 ગ્રામ કોપરાનું ખમણ, 3 લીલા મરચાં, કટકો આદું અને થોડા લીલા ધાણા નાંખી બધું ભેગું કરી વાટવું.
રીત
- મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે ધોઈને વાટવી.
- એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, મગની દાળ વઘારવી. તેમાં મીઠું,
- ખાંડ, લીલો મસાલો અને સુકો મસાલો નાંખી થોડી વાર હલાવીને ઉતારી લેવું.
- મેંદામાં મીઠું અને ગરમ ઘીનું મોણ નાંખી કણક બાંધવી. તમે મોણ લો છો તેનાથી વધારે ઘી લેવું. 1 કલાક ઢાંકીને રહેવા દેવો.
- જે બાદ 1 ચમચો ઘી લઈ કેળવો અને પછી હાથથી પૂરી બનાવી લેવી. તેમાં પૂરણ ભરી, ગોળાકાર કરવું. પછી દાબી ચપટી કચોરી બનાવવી.
- પેણીમાં ઘી મૂકી વધારે ગરમ કરી સાધારણ ઠંડું કરવું. પછી ઘીમાં પાંચ કચોરી મૂકી, વધારે તાપ ઉપર પેણી મૂકવી. કચોરી ફૂલે એટલે તાપ ધીમો કરી ઉથલાવવી. બદામી રંગની તળવી.