ખજુર સૌ કોઈને ભાવે પણ જો આ ખજુરમાં ટામેટા ઉમેરીને કઈક નવું કરીએ તો. એટલે કે ખજૂર-ટામેટાંની ચટણી. અરે હા, આ ખજૂર-ટામેટાંની ચટણી જે કોઈપણ વાનગી સાથે ઈમલીની ચટણી અથવા બીજી ચટણીનીના ઓપ્શનમાં ખાઈ શકાય છે. તો આજે તમારા ઘરે જરૂર બનાવો ખજૂર-ટામેટાંની ચટણી. મિત્રો આ રેસીપી વાંચતા પહેલા નીચેની જરૂરી બાબત જરુંર વાંચજો.
ધ્યાન આપવા જેવી બાબત: ( મિત્રો જો તમે પણ રસોઈ બનાવવાના શોખીન છો. અને તમારી બનાવેલી વાનગી બીજાને શીખવવા માંગો છો તો તમારી પોતાની રેસિપી અમને મોકલવા માટે નીચે આપેલી લિંક પર જઈ ને તમારૂ ફોર્મ ભરો અને અમને મોકલો.અમે તમારી રેસિપિ તમારા ફોટા સહીત અમારી વેબસાઈટ પર મુકીશું. અને વધુ જાણકારી માટે તમે અમેન ફેસબુક પર મેસેજ કરી શકો છો.)
Submit Recipe: https://www.gujjumedia.in/submit-recipe
ધન્યવાદ.
સામગ્રીઃ
- 100 ગ્રામ ખજૂર
- 2-3 ટમેટાં
- ½ ટી.સ્પૂન વરિયાળી
- ½ ટી.સ્પૂન જીરૂં
- ½ ટી.સ્પૂન રાઈ
- 2 નંગ લવિંગ
- 2 લાલ સૂકા મરચાં
- ½ ટી.સ્પૂન મરચાં પાવડર
- ચપટી હિંગ
- 1 કપ ગોળ
- 2 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
- મીઠું સ્વાદાનુસાર
- 3 ટી.સ્પૂન તેલ
બનાવવાની રીતઃ
સૌ પ્રથમ એક કઢાઈ લો, તેમાં 1 ટી.સ્પૂન તેલ ગરમ કરી તેની અંદર રાઈ, વરિયાળી, જીરૂં, સૂકા મરચાં તેમજ લવિંગ નાખીને સાંતળી લો. હવે આ મિશ્રણને ઠંડું કરીને મીક્ષરમાં પીસી લો અને તેને એકબાજુ મૂકી રાખો.
હવે એ જ કઢાઈમાં તેલ ગરમ કરી હિંગ નાખી ખજૂર તેમજ ટમેટાંને ઝીણાં સુધારીને ઉમેરી દો.
થોડીવાર સાંતળીને એમાં મરચાં પાવડર, મીઠું તેમજ સમારેલો ગોળ નાખી હલાવો (ગોળ સ્વાદ મુજબ લઈ શકો છો). 2-3 મિનિટ બાદ તેમાં 2 કપ પાણી નાખીને ખજૂર તેમજ ટમેટાં ધીમી આંચે ચડવા દો. પાણી સૂકાય એટલે મેશ કરી લો. અને આની અંદર મિશ્રણ કરેલો સુકા મરચાનો મસાલો (જે સૌ પ્રથમ બનાવ્યો તે) તેમજ ઝીણી સમારેલી કોથમીર ઉમેરી 1-2 મિનિટ બાદ ગેસ પરથી ઉતારી લો.