જામનગર જાવ એટલે ઘુઘરા તો ખાવા જ જોઈએ. ઘૂઘરા એ એવું મિષ્ટાન્ન છે જે ભાવે તો બધાને જ છે પરંતુ દિવાળી સિવાય ક્યારેય ઘરમાં બનતુ નથી. દિવાળી આવે એટલે દરેક ઘરમાંથી ઘૂઘરા તળાવાની મઘમઘતી સુગંધ આવવા માંડે. જો તમારે ઘૂઘરા હોય તો આ વાનગી અચૂક વાંચો. આ રીતે ઘૂઘરા બનાવશો તો જે ખાશે એ તમારા ચોક્કસ વખાણ કરશે.
બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સામગ્રી:
- ૧૨૫ ગ્રામ રવો
- ૧૨૫ ગ્રામ ઘી (શેકવા માટે)
- ૨૫૦ ગ્રામ ઘી તળવા માટે
- ૧/૨ ટેબલ સ્પુન એલચી પાવડર
- ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
- ૧/૨ ટી સ્પુન ખસખસ
- ૫૦ ગ્રામ કોપરાનું છીણ
- ૨૫૦ ગ્રામ મેંદો
બનાવવાની રીત:
- ૧૨૫ ગ્રામ ઘીમાં ૧૨૫ ગ્રામ રવાને ગેસની ધીમી આંચે આછા બદામી રંગનો થાય ત્યાં સુધી હલાવીને શેકો.
- શેકાયેલા રવાને ઠંડો થવા દો.
- મેંદામાં ૧ ટેબલ સ્પુન ઘીનું મણ નાખી બરાબર હલાવી થોડી ખાંડવાળા ગળ્યા પાણીથી લોટ બાંધો.લોટની ઉપર ભીનું કપડુ રાખી એક તરફ રાખો.
- શેકેલા ઠંડા રવામાં ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ,૧/૨ ટેબલ સ્પુન ખસખસ,૫૦ ગ્રામ કોપરાનું છીણ નાખીનેબરાબર હલાવી મિક્સ કરો.
- પછી મેંદાના લોટની ૪ થી ૫ ઇંચના ડાયામીટરની પુરી વળી તેમાં એક ટેબલ સ્પુન રવાનું પુરણ વચ્ચે મુકી પુરીને અડધી વાળીને બંધ કરો.કિનારીને તમારી રીતે ડિઝાઇન કરો.
- થોડા થોડાઘુઘરાને ધીમાં ગેસની ધીમી આંચે આછા ગુલાબી રંગના તળો.
- ગરમ પીરસો.