દાલ બાટી (Dal Batti) રાજસ્થાન નું સ્થાનિક અને લોકપ્રિય વ્યંજન છે. જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે. આજે આપણે દાલ બાટી ની રેસિપી અહીં જાણીશું અને માણીશું.
દાલ બાટી
વાનગીનો પ્રકાર : રાજસ્થાની
વ્યંજનનો પ્રકાર : મુખ્ય વ્યંજન
બાટી માટે સામગ્રી:
ઘઉંનો લોટ -400 ગ્રામ
રવો – 100 ગ્રામ
ઘી- 100 ગ્રામ
અજમો- અડ્ધી નાની ચમચી
બેકિંગ સોડા – અડ્ધી નાની ચમચી
મીઠું -સ્વાદપ્રમાણે
બનાવવાની રીત: How to make Dal Bati
લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરી લો એમાં 3 ચમચી ઘી , બેકિંગ સોડા અજમા અને મીઠું નાખી મિક્સ કરો.
નવશેકા પાણી ની મદદથી રોટલીના લોટ કરતા થોડો કઠણ લોટને બાંધવો.
લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. જેથી લોટ ફૂલીને સેટ થઈ જાય .
20 મિનિટ પછી આ લોટને તેલના હાથથી મસળીને ચિકણો કરી લો.
બાંધેલા લોટથી થોડું લોટ લઈને એમના ગોળ ગોલા બનાવી લો.
હવે તંદૂરને ગરમ કરો. તંદૂરમાં લોટની બનાવેલા એ ગોળા શેકવા માટે રાખો.
આ ગોળાને તંદૂરમાં પલટી-પલટીને શેકો.
બાટી ફટવા લાગશે અને બ્રાઉન થઈ જશે .
શેકેલી બાટીને પ્લેટમાં રાખી લો.
હવે શેકેલી બાટીને વચ્ચેથી ફોડીને ઘી માં ડુબાડીને કાઢી લો.
બાટી ની દાલ:
સામગ્રી :
૧૦૦ ગ્રામ અળદ ની દાળ
૫૦ ગ્રામ મગની દાળ
૫૦ ગ્રામ ચણા ની દાળ
૨ ટે.સ્પૂન -ઘી
૧-૨ પીંચ (ચપટીક) હિંગ
૧ નાની ચમચી જીરૂ
૧/૨ નાની ચમચી હળદર પાઉડર
૧ નાની ચમચી ધાણા નો પાઉડર
૧/૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર
૨-૩ નંગ ટામેટા
૧-૨ નંગ લીલા મરચાં
૨ ઈંચ લંબાઈ નો ૧ ટુકડો આદું
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
૧/૨ કપ લીલી સમારેલી કોથમીર
૧ નાની ચમચી મીઠું સ્વાદ અનુસાર
દાળ બનાવવાની રીત:
દાળ ને ધોઈ અને એક કલાક પહેલા પાણીમાં પલાળી ને રાખવી.
પલાળેલી દાળ ને કૂરમાં ડબલ પાણી ( ૨-કપ) નાંખી, મીઠું ઉમેરી અને ગેસ પર બાફવા મૂકવી.
૧ સિટી કૂકરની થઇ ગયાબાદ, ધીમા તાપ કરવો અને ૨-૩ મિનિટ સુધી પાકવા દેવી. અને ગેસ બંધ કરી દેવો.
ટામેટા, લીલા મરચા અને ૧/૨ આદૂના ટુકડા ને (૧-ઈંચ નો ટુકડો) મિક્સીમાં બારીક પીસી લેવા.
એક કડાઈમાં ૨ ટે.સ્પૂન ઘી નાંખી અને ગેસ પર ગરમ કરવું.
હિંગ અને જીરૂ નાંખવા. જીરૂ શેકાઈ ગયાબાદ, હળદર પાઉડર અને ધાણા નો પાઉડર નાખવો.
અને ૨-૩ વખત ચમચાની મદદ વડે હલાવી અને મિક્સ કરવું.
ત્યારબાદ, પીસેલા ટામેટા, મરચાં અને આદૂની પેસ્ટ અને લાલ મરચાનો પાઉડર નાખવો.
અને વધારાના આદૂના ટુકડાને કટકા ના સ્વરૂપમાં સમારી અને અંદર નાંખી દેવું.
આ મસાલાને ત્યાં શેકવા દેવો કે તેમાંથી તેલ છૂટી ને સપાટી પર ના દેખાવા લાગે.
ત્યારબાદ આ મસાલા ને કૂકરમાં બાફેલી દાળ સાથે મિક્સ કરવો અને જરૂરીયાત મુજબનું પાણી ઉમેરી અને દાળ ને પકાવવા દેવી.
ઉફાડો દાળમાં આવે એટલે તેમાં ગરમ મસાલો અને અડધી સમારેલી કોથમીર નાંખી અને મિક્સ કરવી.
હવે દાળ તૈયાર થઇ ગઈ છે. દાળ ને એક કાચના વાસણમાં અલગ કાઢી અને તેની ઉપર બાકી રહેલી સમારેલી કોથમીર છાંટવી અને ઘી પણ ઉપર નાખવું.
પિરસવા માટે :
બાટીને હથેળીથી દબાવી ભુક્કો કરી. ગરમ દાળને તેના ઉપર નાખીને પીરસો. ઉપર સજાવટમાં કોથમીર નાખી શકાય, તીખાશ માટે લસણની લાલ ચટણી પાણીવાળી કરી ઉપરથી નાખી શકાય. દાળને મોળી કરવા માટે થોડું ઘી નાખી શકાય.