અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમાં ઉપવાસનું ખાસ મહત્વ હોય છે. ત્યારે ઉપવાસમાં શું ખાવું એ મોટી સમસ્યા હોય છે. આપણે રોજ એકના એક ફરાળી વાનગી ખાઈને કંટાળી જતા હોઈએ છીએ. તેમજ રોજ અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ, સાત્વિક વાનગીની મળી જાય તો મજા આવી જાય.આથી જ આજે અમે તમારા માટે નવા જ પ્રકારની ફરાળી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. બસ તો ટ્રાઈ કરો આ સ્વાદિષ્ટ ફરાળી વાનગીની રેસિપી કેળાં ના પકોડા.
કેળાં ના પકોડા:
સામગ્રી
- 4 પાકાં કેળાં
- શિંગોડા નો લોટ પ્રમાણસર
- 1 ટી સ્પૂન વાટેલા આદુ-મરચાં
- 1 ટી સ્પૂન જીરું
- દહીં પ્રમાણસર
- તેલ પ્રમાણસર
- મીઠું પ્રમાણસર
રીત:
કેળાં ને છોલીને છૂંદી નાખવા.
તેમાં પકોડા મૂકી શકાય એટલો જ શિંગોડા નો લોટ નાખવો.
તેમાં બધો મસાલો તેમજ અધકચરું ખાંડેલું જીરું નાખી દહીંથી પકોડા મૂકી શકાય એવું ખીરું તૈયાર કરવું.
હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા.
તેલ માં આછા ગુલાબી તળવા.
તો હવે ગ્રીન ચટણી સાથે સર્વ કરી માણો આ નવી ફરાળી વાનગી.