બાલુશાહી એક મીઠાઈ છે, આ મીઠાઈ બિહારમાં ખુબજ પ્રખ્યાત છે. તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પડવાળી, નરમ અને ભીનાશ પડતી હોય છે. આ મીઠાઈને ઘરે પણ બનાવી શકાય છે. તો જયારે પણ મહેમાન આવે અથવા કોઈ તહેવાર આવે તો બાલુશાહી બાવવાનું ના ચુકતા. તો જાણો બાલુશાહી બનાવવાની રીત.
બાલુશાહી બનાવવા માટે જરૂરી સામગ્રી: મેંદો, ઘી, બેકિંગ સોડા, દહીં, ખાંડ, પાણી, ઓરેન્જ ફૂડ કલર, પિસ્તાની કતરણ
સામગ્રી:
મેંદો – 500 ગ્રામ
ઘી – 150 ગ્રામ
બેકિંગ સોડા હાલ્ફ ટી સ્પૂન
એક સ્પૂન દહીં
ચાસણી માટે:
ખાંડ – 600 ગ્રામ
પાણી – 300 ગ્રામ
ઓરેન્જ ફૂડ કલર 2-3 ડ્રોપ્સ ઘી તળવા માટે
ગાર્નિશ કરવા:
પિસ્તાની કતરણ
બનાવવાની રીત:
- સૌ પ્રથમ મેંદો ચાળી લો .
- તેમાં સોડા અને ઘી નાખી મિક્ષ કરો .
- હવે લોટ બાંધો જો જરૂર પડે તો 1-2 સ્પૂન પાણી નો ઉપયોગ કરી શકાય.
- દયાન રાખજો કે લોટ ભાખરી ના લોટ જેવો રાખવાનો છે .
- લોટ ને 20 મિનિટ માટે ઢાંકી રાખો જેથી સેટ થઇ જાય.
- એક કડાઈ માં ઘી ગરમ કરો .
- લોટ માંથી લીંબુ આકારના ગોળા બનાઈ લો.
- હવે ફોટા મુજબ એક લુવો લઇ કાંગરી વાળીએ એમ ડિઝાઇન કરી બધાં ગોળા ને આવી રીતે બનાઇ લો .
- ઘી માં ડીપ ફ્રાય કરો બન્ને સાઈડ ગોલ્ડન બ્રાવુન કલર આવે ત્યાં સુધી તળો ( ગેસ ને મીડીયમ તાપ પર રાખવો )
હવે એક તારની ચાસણી બનાઇને બાલુશાહી ચાસણી માં નાખો 4-5 મિનિટ માટે હવે એક પ્લેટ માં બાલુશાહી કાઢી પિસ્તા ની કતરણ થી સર્વ કરો.